મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા પરિવારની દીકરી ગુમ: પોલીસે શોધખોળ હાથ ધરી મોરબીની ત્રાજપર ચોકડીએ 15 જેટલી કેબીનો હટાવી, 15 થી વધુ હોર્ડીંગ અને દુકાન, ઓટલા અને છાપરાના બાંધકામો તોડી દબાણ દૂર ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે ઘરમાંથી સોના-ચાંદી અને રોકડની ચોરીના ગુનામાં રીઢો આરોપી ઝડપાયો, 25.21 લાખનો મુદામાલ કબ્જે મોરબીના મણીમંદિર પાસેથી સગીરાનું અપહરણ કરનાર જેલ હવાલે તેરા તુજકો અર્પણ: વાંકાનેર શહેર-તાલુકાનાં 22 લોકોને તેઓના 3.72 લાખના મોબાઈલ ફોન શોધીને પરત આપ્યા વાંકાનેરના વઘાસિયા પાસે કંપનીની ઓફિસમાં કોન્ટ્રાક્ટરના બાકી બિલ બાબતે એક શખ્સે બોલાચાલી કરીને મશીનરીમાં કર્યું નુકશાન વાંકાનેરના ભલગામ પાસે બાઇક ચાલકે રાહદારી યુવાનને હડફેટે લેતા સર્જાયો અકસ્માત મોરબીમાં માર્કેટ યાર્ડની છત ઉપર જુગાર રમતા 4 પકડાયા: માળીયા-ટંકારામાં વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબીમાંથી યુવાનનું અપહરણ કરીને ૫૦ હજારની માંગણી કરનાર બે ની ધરપકડ


SHARE













મોરબીમાંથી યુવાનનું અપહરણ કરીને ૫૦ હજારની માંગણી કરનાર બે ની ધરપકડ

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ મહાવીર સોસાયટીમાં રહેતા યુવાનની જામનગરમાં રહેતી યુવતી સાથે સગાઈ થઈ હતી જે યુવતીના પ્રેમી સહિત બે શખ્સો દ્વારા યુવાનના ઘરે આવી છરી બતાવીને યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદમાં ૫૦ હજાર રૂપિયાની માગણી કરવામાં આવી હતી..! જે સંદર્ભે યુવાનના ભાભીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો હતો જેમા બે આરોપીને પકડવામાં આવ્યા છે.

જામજોધપુરના રહેવાસી અને હાલ મોરબીના સામાકાંઠેની મહાવીર સોસાયટીમાં રહેતા દિપ્તીબેન સ્વાધીનભાઈ પરસાણીયા જાતે પટેલ (ઉંમર ૨૨) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાહિલ સંધિ રહે. રાજકોટ અને જાવેદ નામના બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓના દિયરની સગાઈ જામનગરમાં રહેતી તુલસી નામની યુવતી સાથે થયેલ છે અને તે યુવતી સાથે ફોન ઉપર વાત કરતો હતો જે બાબતનો ખાર રાખીને સાહિલ કે જે તુલસીને પ્રેમ કરે છે તે જાવીદને લઇને તેઓના ઘરે આવ્યો હતો અને બંને શખ્સોએ ઘરમાં અપ્રવેશ કરીને ફરીયાદીના દિયરને છરી બતાવી ધમકી આપી હતી બાદમાં તેને પકડીને તેઓના મોટર સાયકલમાં અપહરણ કરીને લઈ ગયા હતા..!(મોરબી પોલીસની ધાક કેટલી ગણવી..?) ત્યારબાદ યુવાનને છોડવાના ૫૦ હજાર રૂપિયાની માગણી કરી હતી..! દિપ્તીબેને નોંધાવેલ ફરીયાદ આધાપે પોલીસે અપહરણ સહિતની કલમ હેઠળ સાહીલ રહેમાન સવકરડા જાતે મુસ્લીમ (૧૯) રહે.બાબરીયા કોલોની જુના પારેડી રોડ ભકિતનગર રાજકોટ અને જાવેદ હનીફ બ્લોચ મકરાણી મુસ્લીમ (૨૧) રહે.મીલપરા જુના બસ સ્ટેશન પાસે રાજકોટની ઉપરોકત ગુનામાં પીએસઆઇ વાઢીયાએ ધરપકડ કરેલ છે.

વળતી ફરીયાદ નોંધાય-ધરપકડ

મોરબીના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલ પાસેથી મોટર સાયકલ લઇને પસાર થતા યુવાનની બાજુમાંથી પોતાનું બાઇક લઈને નીકળેલા શખ્સે બાઇક ઓવરટેક કરવા બાબતે ગાળો બોલી હતી જેથી કરીને ગાળો બોલવાની ના પાડતાં યુવાનને માર માર્યો હતો.જેથી કરીને ભોગ બનેલા યુવાને હાલમાં મોરબી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે તે ગુનોમાં આપોપીને પકડયો છે તેમજ પકડાયેલ આરોપીએ પણ વળતી ફરીયાદ નોંધાવી છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ સમર્પણ હોસ્પિટલની પાછળ ભક્તિનગર સોસાયટીમાં રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયાએ પ્રેમજીભાઈ ગોરાભાઈ પરમાર રહે.ભક્તિનગર સોસાયટી વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તે પોતાનું બાઇક લઇને પસાર થતો હતો ત્યારે તેની બાજુમાંથી પ્રવીણભાઈ બાઈક લઈને નીકળ્યા હતા અને તેણે બાઇક ઓવરટેક કરવા બાબતે તેને ગાળો આપી હતી અને ગાળો આપવાની ના પાડતા તેને ઢીકાપાટુનો અને પથ્થર વડે માર માર્યો હતો જેથી કરીને બી ડિવિઝન પોલીસે પ્રવિણ ઉર્ફે પ્રેમજી ગોરા પરમાર (૪૫) રહે.સમર્પણ હોસ્પિટલ પાછળ મારબી-૨ ની ધરપકડ કરેલ છે.વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી પ્રવીણ પરમારએ પણ વળતી ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું હતું કે, પોતે બાઈક લઈને જતો હતો ત્યારે બાજુમાંથી નીકળેલા જયેશ ગોવિંદ મુછડીયાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. પોતે બોલતો બોલતો બાઈક લઈને જતો હોય અને સામે વાળા જયેશને લાગ્યું કે પોતે ગાળો બોલે છે તે વાતે તેણે ઝઘડો કર્યો હતો અને માર માર્યો હતો જેથી પ્રવીણ પરમારની ફરિયાદ પરથી જયેશ મુછડીયા વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.








Latest News