મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા સમાજનો માત્ર મત લેવા માટે જ ભાજપે ઉપયોગ-લલિતભાઈ કાગાથરા: વાડી વિસ્તારમાં ૩૫ કરોડના કામો ચાલુ છે, કામ ભાજપ જ કરશે-કાંતિભાઈ અમૃતિયા


SHARE







મોરબીમાં સતવારા સમાજનો માત્ર મત લેવા માટે જ ભાજપે ઉપયોગ-લલિતભાઈ કાગાથરા

મોરબીના વાડી વિસ્તારમાં ૩૫ કરોડના કામો ચાલુ છે, કામ ભાજપ જ કરશે-કાંતિભાઈ અમૃતિયા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં ધાર્મિક કાર્યક્રમની અંદર ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા ભાજપની ટીમ સાથે પહોંચ્યા હતા ત્યારે સતવારા સમાજ દ્વારા તેઓના વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધા નથી મળતી તે પ્રકારનો બાળપો કાઢવામાં આવ્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ કોંગ્રેસના માજી ધારાસભ્યએ ભાજપને આડે હાથે લેતા કહ્યું હતું કે સતવારા સમાજનો માત્ર મત માટે જ ભાજપ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે તો આજે ૩૦ વર્ષના શાસન પછી પણ લોકોને જાહેર મંચ ઉપર ઉભા થઈને પ્રાથમિક સુવિધાઓ માંગવી પડે છે જ્યારે સામાપક્ષે ભાજપના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ વાડી વિસ્તારમાં ૩૫ કરોડના વિકાસ કામો ચાલી રહ્યા છે અને જે કોઈ વીઘ્નો આવતા હોય તેને દૂર કરીને વહેલા મોડા પરંતુ કામ અમે ભાજપ વાળા જ પુરા કરવાના છીએ તેવું તેમણે જણાવ્યું છે

હાલમાં લોકસભાની ચૂંટણી માટેનો પ્રચાર જોરસોરથી રાજકીય પક્ષના ઉમેદવારો અને તેના આગેવાનો દ્વારા કરવામાં આવી રહ્યો છે તેવામાં કચ્છ-મોરબી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને સાથે રાખીને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ ભાજપની ટીમ મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ વાડી વિસ્તારમાં શક્તિધામ ખાતે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ગયા હતા અને ત્યારે ધાર્મિક કાર્યક્રમના આયોજકો અને સતવારા સમાજના આગેવાનો દ્વારા તેઓના વાડી વિસ્તારમાં આજની તારીખે વીજ કનેક્શન મેળવવા માટે હાલાકીનો સામનો કરવો પડે છે, પોસ્ટની કોઈ વ્યવસ્થા નથી, રોડ રસ્તા ગટર અને પાણીના પ્રશ્નો છે આ પ્રકારની રજૂઆત મંચ ઉપરથી કરવામાં આવી હતી જે વિડીયો સોશિયલ મીડિયામાં છેલ્લા બે દિવસથી વાયરલ થઈ રહ્યો છે

આ વીડિયોને લઈને મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મોરબીના વાડી વિસ્તારમાં ૩૫ કરોડના વિકાસ કામો ચાલી રહ્યા છે જેમાં રોડ રસ્તા અને પાણીની લાઈનો સહિતની કામગીરી કરવામાં આવી રહી છે જોકે અમુક ખેતરમાંથી ભૂગર્ભની લાઈનો નાખવાની હોય ત્યાં વિઘ્ના આવતા હોવાના કારણે તે લોકોને સમજાવીને કામ આગળ વધી રહ્યા છે અને જે કામ વાડી વિસ્તારમાં થવાના છે તે ભાજપ દ્વારા જ કરવામાં આવશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો તો સામા પક્ષેથી આ બાબતે ટંકારા પડધરી બેઠકના માજી ધારાસભ્ય લલીતભાઈ કગથરાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૩૦ વર્ષથી મોરબીમાં ભાજપનું શાસન હોય તેમ છતાં પણ જાહેર મંચ ઉપર લોકોને પ્રાથમિક સુવિધા માંગવી પડે આવી પરિસ્થિતિ હોય તો ખરેખર શાસકોએ ડૂબી મરવું જોઈએ અને વર્ષોથી વાડી વિસ્તારમાં રહેતા સતવારા સમાજનો ભાજપે માત્રને માત્ર મત મેળવવા માટે થઈને જ ઉપયોગ કર્યો છે તેઓ આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો અને આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરીને કોંગ્રેસને વિજય બનાવે એટલે પાંચ વર્ષમાં વાડી વિસ્તારનો કાયાપલટ કરી દેવાનું વચન લલીતભાઈ કગથરા દ્વારા આપવામાં આવ્યું છે






Latest News