મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના રંગપરથી ડુંગરપુર જતા બાઈકને કાર ચાલકે હડફેટે લીધા બાદની મારામારીમાં પાંચને ઇજા 


SHARE







મોરબીના રંગપરથી ડુંગરપુર જતા બાઈકને કાર ચાલકે હડફેટે લીધા બાદની મારામારીમાં પાંચને ઇજા 

મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામેથી હળવદના ડુંગરપુર ગામે બાઈક લઈને જતા સમય વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો.જે બનાવમાં બાઇકને પાછળના ભાગેથી અજાણ્યા કારના ચાલકે હડફેટ લેતા સર્જાયેલા અકસ્માત બાદની મારામારીમાં પાંચ લોકોને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે રંગપર ગામેથી હળવદ તાલુકાના ડુંગરપુર ગામ તરફ જવા માટે નીકળેલ બાઈકને રંગપર નજીક કોઈ અજાણી કારના ચાલકે હડફેટ લીધું હતું.આ અકસ્માત બનાવ બાદ બોલાચાલી અને મારામારીની ઘટના બની હતી જેમાં દશરથ પી.સુરાણી, રાહુલ જેમાભાઈ સુરાણી (૧૪), મગન જેમાભાઈ સુરાણી (૨૫), ધર્મેશ પ્રહલાદભાઈ સુરાણી (૧૮) અને પ્રહલાદ કરશનભાઈ સુરાણી (૪૦) રહે. ડુંગરપુર તા.હળવદ જી.મોરબીને ઇજાઓ પહોંચી હોય મોરબીના સામાકાંઠે ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.હાલ આ બનાવ સંદર્ભે જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.આ સંદર્ભે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવેલ હોય અને તેમાં ચાર હુમલાખોરો પૈકી બે ઇસમોની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું પોલીસમાંથી જાણવા મળેલ છે.

ચોરીની તપાસમાં કચ્છ પોલીસ દ્વારા મોરબીથી એકને હસ્તગત કરાયો

મોરબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે પૂર્વ કચ્છના ગાંધીધામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં નોંધાયેલ ચોરીના ગુનાની તપાસ સંદર્ભે કચ્છ એલસીબીના હેડ કોન્સ્ટેબલ જી.ડી.પારઘી તથા સ્ટાફ તેઓને મળેલી બાતમીને આધારે મોરબી આવ્યા હતા અને અહીં મોરબી ખાતેથી ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ આઈપીસી કલમ ૪૧૧, ૧૧૪ (ચોરીનો માલ રાખવો તેમજ મદદગારી કરવી) ના કેસની તપાસમાં પૂછપરછ માટે મોરબી ખાતેથી ચંદુભાઈ બેચરભાઈ ગોધાણી પટેલને હસ્તગત કરીને પૂછપરછ અને આગળની તપાસ માટે ગાંધીધામ લઈ જવાયા હોવાનું હાલ પોલીસસુત્રોએ જણાવેલ છે.

બીમારી સબબ વૃદ્ધનું મોત

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા કે જ્યાં નિરાધાર, અપંગ તથા અન્ય લોકોની સેવા તથા ગૌસેવાની કામગીરી કરવામાં આવે છે.ત્યાં ગૌશાળામાં રહેતા ઉદેસંગ બનેસંગ ઈસરીણી ગઢવી નામના ૭૧ વર્ષના વૃદ્ધ રહેતા હતા તેમને નજીકનો કોઈ પરિવાર ન હોય તેઓ ત્યાં રહેતા હતા. દરમિયાનમાં તેઓને કીડની અને હૃદયની બીમારી હોય મોરબી સિવિલ ખાતે સારવાર માટે લઈ જવાયા હતા.બાદમાં ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા અને ત્યાં સારવાર દરમિયાન ઉદેસંગ ગઢવીનું મોત નીપજ્યું હતું. રાજકોટ ખાતેથી યાદી આવતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ થઈ હતી જેથી બિટ વિસ્તારના જમાદાર પી.બી.ઝાલા દ્વારા તપાસ ચલાવીને મૃતક ઉદેસંગ ગઢવીના સગા વહાલાઓને શોધવામાં આવ્યા હતા અને તેઓના દૂરના સગા મળી આવતા અંતિમવિધિ માટે તેઓને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.






Latest News