મોરબીના નવા નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાંથી રોકડ અને દાગીનાની ચોરી: પોલીસ દોડતી મોરબીના ઘૂટું ગામેથી પસાર થતાં સ્ટેટ હાઇવેની બંને બાજુએ સ્ટ્રીટ લાઇટો મૂકવાની માંગ મોરબીમાં સ્વ. ચંદ્રકાન્ત ઠાકરના પ્રથમ શ્રાધ્ધ નિમિતે બ્રહ્મચોર્યાસી યોજાઈ મોરબીમાંથી દારૂની 4 બોટલ સાથે એક શખ્સથી ધરપકડ, અમરસર ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેડ મોરબી નજીક આઇસરના ચાલકે હડફેટે લેતા યુવાનને છાતી-ફેફસામાં ઇજા ટંકારાના હરબટીયાળી ગામે વિકાસ કામોમાં થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપો પાયા વિહોણા: સરપંચ મોરબીના રફાળેશ્વર ગામની સરકારી સ્કૂલમાં કલર કામ કરતા સમયે નીચે પટકાતા યુવાનનું મોત વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં લોકસભાની ચૂંટણીનું મતદાન બાદ આધેડે અણધાર્યું પગલું ભર્યું


SHARE













મોરબીમાં લોકસભાની ચૂંટણીનું મતદાન બાદ આધેડે અણધાર્યું પગલું ભર્યું
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સોઓરડી પાસે આવેલ વરિયાનગરમાં રહેતા આધેડે ગઈ કાલે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન કર્યું હતું ત્યાર બાદ પોતાના ઘરની અંદર કોઈપણ કારણોસર તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.


ગઈકાલે લોકસભાની ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું હતું ત્યારે ઉત્સાહભેર મતદારો દ્વારા પોતાનું મતદાન કરવામાં આવતું હતું દરમિયાન મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સોઓરડી નજીક આવેલ વરિયાનગરમાં રહેતા ભરતભાઈ ચંદુભાઈ સેલાણીયા (૫૨) નામના આધેડે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગઈકાલે જ્યારે મતદાનની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે મૃતક ભરતભાઈ સેલાણીયાએ તેના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું અને ત્યારબાદ તેણે કોઈપણ કારણોસર પોતાના ઘરની અંદર બપોરે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર ચલાવી રહ્યા હોય તેઓ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, મૃતક ભરતભાઈને ચામડીની તથા પગની બીમારી હતી જે બીમારીની દવાથી તેઓ કંટાળી ગયા હોય તેઓએ અંતિમ પગલું ભરી લેતા તેમનું મોત નિપજયુ હતુ.

વૃદ્ધા સારવારમાં

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુંદાની વાડી વિસ્તારમાં રહેતા સંતોકબેન પ્રભુભાઈ નકુમ નામના ૭૨ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને કામ સબબ બહાર જતા હતા.ત્યારે રસ્તામાં ઘર નજીક જ તેઓનું બાઈકનું સંતુલન ન રહેતા તેઓ બાઈકના પાછળના ભાગેથી નીચે પડી ગયા હતા.જેથી ઇજા પામતા તેઓને ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઈ જવાયા હતા અને ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરવામાં આવી હોવાથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલ દ્વારા નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.




Latest News