વાંકાનેર નજીક બોગસ ટોલનાકા બંધ કરાવવાનો ખાર રાખીને કર્મચારીને માર માર્યો : રિવોલ્વર કે અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારા તાલુકાની શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ એક યુવાનનું મોત-એક સારવારમાં ટંકારના કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ૯૨ મી સિદ્ધ સમાધી યોગ SSY શિબિર સંપન્ન મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત
Breaking news
Morbi Today

માળીયા(મિં.) ના ખીરાઈ ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા વૃદ્ધનું મોત


SHARE

માળીયા(મિં.) ના ખીરાઈ ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા વૃદ્ધનું મોત

મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં આવેલા કાજરડા ગામના વતની અને માળીયાના ખીરઈ ગામે શાકભાજીની કેબીન ધરાવતા મુસ્લિમ વૃદ્ધને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને વૃદ્ધનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું.જેથી કરીને તેમના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.હાલ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ કરીને આ બનાવ અંગે માળિયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.

આ ગોજારા બનાવની પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના માળિયા મીંયાણા તાલુકાના કાજરડા ગામે રહેતા યાકુબભાઈ હાસમભાઈ કાજડીયા નામના ૬૭ વર્ષના વૃદ્ધને માળીયા મીંયાણાના ખીરઇ ગામે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હોવાથી તેઓનું મોત થતા મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલએ લાવવામાં આવ્યો હતો.તા.૬-૫ ના બપોરના ત્રણેક વાગ્યે બનેલા આ બનાવની હોસ્પિટલ સુત્રોમાંથી જાણ થતાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને તેઓ પાસેથી વધુમાં મળતી વિગતો પ્રમાણે મૃતક યાકુબભાઈ કાજડીયા નામના વૃદ્ધને ખીરઇ ગામે શાકભાજીની કેબીન હોય અને તેઓએ બાજુમાંથી લાઈટનું દોરડું લીધેલ હોય દરમિયાનમાં તેમાંથી કોઈ રીતે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો અને તેઓનું મોત નીપજ્યું હતું.હાલ પ્રાથમિક તપાસ કરીને આ બનાવ માળીયા પોલીસ મથક વિસ્તારનો હોય ત્યાં આગળની તપાસ અર્થે જાણ કરવામાં આવી હતી.

લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતમાં ત્રણને ઈજા

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલા લક્ષ્મીનગર ગામ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.આ અકસ્માત બનાવમાં નેપાળભાઈ કાન્તુભાઈ ભાવર (૨૮) બધુડીબેન નેપાળભાઈ ભાવર (૨૬) અને આયુષ નેપાળભાઈ (૭) રહે.ત્રણેય પાડાપુલની નીચે મચ્છુ નદીના પટમાં મોરબી-૨ વાળાઓને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેથી ત્યાં તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ સંદર્ભે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ મથકના સુરેશભાઈ ઠોરીયાએ બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
Latest News