વાંકાનેર: પત્ની સાથે બોલચાલી બાદ યુવાને ન કરવાનું કરી નાખ્યું
મોરબીના લક્ષ્મીનગર પાસે ખેતરમાંથી ડીકમ્પોઝ થઈ ગયેલ ટ્રક ડ્રાઇવરની ડેડબોડી મળી: તપાસ શરૂ
SHARE









મોરબીના લક્ષ્મીનગર પાસે ખેતરમાંથી ડીકમ્પોઝ થઈ ગયેલ ટ્રક ડ્રાઇવરની ડેડબોડી મળી: તપાસ શરૂ
મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામની સીમમાં આવેલ અન્નપૂર્ણા હોટલ સામે ખેતરમાંથી ટ્રક ડ્રાઇવરની ડીકમ્પોઝ થઈ ગયેલ બોડી મળી આવી હતી જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો અને મૃતક યુવાન ટ્રક ડ્રાઇવર હોય પોતાનું વાહન લઇને મોરબી આવ્યો હતો અને તેને માથામાં ઇજા થયા બાદ ચક્કર આવતા હતા અને દરમિયાન તેનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જોકે મૃતદેહને ફોરેન્સિક માટે રાજકોટ લઈ જવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ લક્ષ્મીનગર ગામની સીમમાં અન્નપૂર્ણા હોટલ સામે દિનેશભાઈના ખેતરમાંથી ડીકમ્પોઝ થઈ ગયેલ યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન તે યુવાનનું નામ શ્રીનાથ સુરેશભાઇ ખોટ (૨૬) રહે. ૧૧૮, અમલઝરી, ચિકોડી બેલગાઉ, નેપાહી, કર્ણાટક વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને તે અંગેની નોંધ કરી પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે જેથી કરીને તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે મૃતક યુવાનને બે ત્રણ દિવસ પહેલાં માથાના ભાગે ઇજા થઈ હોવાથી તેને ચક્કર આવતા હતા દરમિયાન તેનું મોત નીપજયું હોવાનું સામે આવ્યું છે અને આ બનાવની મૃતકના પરિવારજનોને જાણ કરતા તે લોકો પણ મોરબી આવી પહોંચ્યા હતા અને મૃતક યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને તેના મૃતદેહને રાજકોટ ખાતે ફોરેન્સિક પીએમમાં લઈ જવામાં આવશે તેવું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.
ફીનાઇલ પી લેતા સારવારમાં
મોરબી તાલુકાના ગુંગણ (કૃષ્ણનગર) ગામે રહેતા પાર્વતીબેન મનસુખભાઈ મુછડીયા (૩૩) નામના મહિલાએ કોઈ અકળ કારણોસર પોતાની જાતે ઘરે ફીનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મહિલાનો લગ્ન ગાળો ૧૪ વર્ષનો છે જોકે તેને કયા કારણોસરના આ પગલું ભર્યું છે તે દિશામાં હવે પોલીસ આગળની તપાસ કરી રહી છે.
