મોરબી નજીક જેટકોના સબ સ્ટેશનમાં બ્લાસ્ટ થયા બાદ વિકરાળ આગ: વીજ પુરવઠો ખોરવાઈ ગયો ડુપ્લિકેટ મતદારોને રોકવા મતદાર ઓળખ કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરો: મોરબીમાં રહેતા કે.ડી. બાવરવાની માંગ મોરબી : એસ.ટી.મુસાફર હીત રક્ષક સમિતિમાં પ્રતિનિધી તરીકે પી.પી.જોષીની નિમણૂંક મોરબી નજીક બનાવેલ ઉમા સંસ્કાર ધામનો પ્રથમ પાટોત્સવ, સમાજનું સ્નેહમિલન અને રાજ્ય મંત્રીનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં શાખાના સ્વયંસેવક દ્વારા દીકરીનો જન્મદિવસ સેવા કાર્યથી ઉજવાયો માળીયા (મી)ના નાની બરાર ગામે શાળાના વિધાર્થીઓને પિગી બેંક આપી નવા સત્રની કરી શરૂઆત વાંકાનેરમાં અંધશ્રદ્ધા ફેલાવતી ભુઈ હનીફાબેન પઠાણની ધતિંગ લીલાનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે કર્યો પર્દાફાશ: લોકોની માફી માંગીને હવે ધતિંગ કર્યા બંધ મોરબી જિલ્લામાં સરદાર પટેલની ૧૫૦ ની જન્મ જયંતીના અવસર પર પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપૂર રોડે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE



























મોરબીના લખધીરપૂર રોડે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાના પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના લખધીરપુર રોડ ઉપર આવેલ એલસેરા સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતો અને મજૂરી કામ કરતો દેવેન્દ્રભાઈ પ્રીતમલાલ આહિરવાલ  (૨૪) નામનો યુવાન કારખાના પાસેથી પસાર થતી નર્મદાની પાણીની કેનાલમાં કોઈપણ કારણસર ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એસ.ડી. ઠોરીયા ચલાવી રહ્યા છે

ફિનાઇલ પી ગયો
મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સી ખાતે રહેતા હાર્દિક જયંતીભાઈ ચાંદપા (૨૨) નામના યુવાને પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી
















Latest News