વાંકાનેર નજીક બોગસ ટોલનાકા બંધ કરાવવાનો ખાર રાખીને કર્મચારીને માર માર્યો : રિવોલ્વર કે અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારા તાલુકાની શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ એક યુવાનનું મોત-એક સારવારમાં ટંકારના કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ૯૨ મી સિદ્ધ સમાધી યોગ SSY શિબિર સંપન્ન મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત
Breaking news
Morbi Today

માળીયા (મીં)ના મેઘપર ગામે ટેક્ટર ઉપરથી પડી જતા વૃદ્ધનું મોત


SHARE

માળીયા (મીં)ના મેઘપર ગામે ટેક્ટર ઉપરથી પડી જતા વૃદ્ધનું મોત

માળીયા મીંયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા વૃદ્ધ ટેક્ટર ઉપરથી પડી જતા તેમને ઇજાઓ થયેલ હતી ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના મેઘપર ગામે રહેતા જસાભાઈ લક્ષ્મણભાઈ મકવાણા આહિર (૭૦) નામના વૃદ્ધ ટેક્ટર ઉપરથી નીચે પડી જતા તેમને શરીરે ઇજાઓ થયેલ હતી અને તેમનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ  બનાવની પ્રાથમિક તપાસ હરેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી જોકે બનાવ માળીયા મીંયાણા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરી છે. જોકે પોલીસ પાસેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતકના શરીર ઉપર ઇજાના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા અને અકસ્માતના લીધે તેઓને મોત થયું છે કે હાર્ટ એટેકના લીધે..? તે દિશામાં આગળની તપાસ માટે તેઓના પીએમની વિધિ હાથ ધરવામાં આવી હતી.
મારા મારીમાં ઇજા
મોરબીના પાનેલી ગામે રહેતા ગોપાલભાઈ દેવશીભાઈ રાઠોડ (૫૫) નામના આધેડને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ.જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે.
મહિલા સારવારમાં
મોરબીના માળિયા હાઇવે રોડ ઉપર આવેલ પાટીદાર ટાઉનશીપ ખાતે રહેતા હંસાબેન મધુભાઈ અઘેરા (૬૦) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે બાઇક સ્લીપ થયું હતું જેથી કરીને હંસાબેનને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.
Latest News