મોરબીના શનાળા ગામે રહેતા બે યુવાનોએ નાસ્તો કર્યા બાદ તબિયત બગડતા સારવારમાં
SHARE









મોરબીના શનાળા ગામે રહેતા બે યુવાનોએ નાસ્તો કર્યા બાદ તબિયત બગડતા સારવારમાં
મોરબીના શનાળા ગામે રહેતા બે યુવાનોએ નાસ્તો કર્યા બાદ તેની તબિયત બગડતા તેને બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા ગામે રહેતા અનિરુદ્ધસિંહ મહિપતસિંહ પરમાર (૩૮) અને ધર્મેન્દ્રસિંહ ધીરુભાઈ ઝાલા (૩૯) નામના યુવાનોએ લાલજીભાઈ બ્રેડવાળાને ત્યાં નાસ્તો કર્યા બાદ તે બંનેની તબિયત બગડી હતી.જેથી કરીને તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલે તે બંને યુવાનોને સારવાર આપવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ છે.
મહિલા સારવારમાં
રાજકોટના રણછોડનગર વિસ્તારમાં રહેતા સાહિનબેન ફિરોજભાઈ (૨૮) નામની મહિલાને તેના પતિ દ્વારા મૂઢમાર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
અકસ્માતમાં ઇજા
મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનથી આગળ ભડીયાદ રોડ ઉપર જવાહર સોસાયટીમાં રહેતા ચિરાગ ધીરજલાલ જાદવ (૩૦) નામના યુવાનને ભડીયાદ રોડ ઉપર આવેલ આલ્ફા સ્કૂલ પાસે બાઇક સ્લીપ થતા અકસ્માતના બનાવમાં ઇજા થયેલ હતી.જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ આ યુવાનને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે.ડાંગર દ્વારા કરવામાં આવેલ છે.
