મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

ટંકારા નજીક બોક્સ ક્રિકેટ માટેનું મેદાન બનાવવાના કામ દરમ્યાન ઉપરથી નીચે પડતાં હેમરેજ થવાથી યુવાનનું મોત


SHARE









ટંકારા નજીક બોક્સ ક્રિકેટ માટેનું મેદાન બનાવવાના કામ દરમ્યાન ઉપરથી નીચે પડતાં હેમરેજ થવાથી યુવાનનું મોત

ટંકારા પાસે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક બોક્સ ક્રિકેટ માટેનું મેદાન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે મોરબીનો યુવાન ઘોડા ઉપર ચડીને કામ કરી રહ્યો હતો તેવામાં તે ઉપરથી નીચે પડતાં તેને માથામાં હેમરેજ થયું હતું.જેથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જો કે, તે યુવાનનું ટુંકી સારવાર બાદ મોત નીપજયું હતું જેથી આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવા માટેની કવાયત કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ હોથીપીરની દરગાહ પાસે રહેતા જયદેવ મેઘજીભાઈ સાલાણી (ઉમર ૩૦) નામનો યુવાન ટંકારા પાસે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક હતો ત્યારે ત્યાં કામગીરી દરમ્યાન ગત તા.૬-૫ ના રોજ યુવાન ૨૫ ફૂટની ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા તેને ઈજા થયેલ હતી.જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેનું સારવાર દરમ્યાન તા.૭-૫ ના રાત્રીના દોઢેક વાગ્યે મોત નીપજયું હતું.જેથી આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ટંકારા પાસે આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક બોક્સ ક્રિકેટ માટેનું મેદાન બનાવવાનું કામ ચાલી રહ્યું હતું.ત્યારે મૃતક યુવાન ઘોડા(નિસરણી)  ઉપરથી નીચે પડતાં તેને માથામાં હેમરેજ થયું હતું.જેથી તેનું મોત નીપજયું છે.આ બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં બનાવની જાણ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે.

પિતાએ માર માર્યો

મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તારમાં સંજય દીપકભાઈ સાગઠીયા (૩૦) નામના યુવાનને તેના પિતા દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને હાથે પગે ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે

માર માર્યો

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર રહેતા હનીફભાઈ ઇસ્માઈલભાઈ શાહમદાર (૩૫) નામના યુવાનને કોઈ અજાણ્યા માણસે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે.ડાંગર દ્વારા કરવામાં આવેલ છે.




Latest News