મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ૭૧.૩૮ લાખની વીજ ચોરીના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
SHARE









મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ૭૧.૩૮ લાખની વીજ ચોરીના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો
માળીયા (મી.) તાલુકાનો હરીપર ગામે આવેલ પ્લાસ્ટીકનાં ગઠ્ઠા બનાવવાની ફેક્ટરીમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારે ૭૧.૩૮ લાખની વીજ ચોરી કરેલ છે તેવી ફરિયાદ નોંધાવેલ હતી જે કેસ સ્પેશ્યલ ઈલેક્ટ્રીક સીટી કોર્ટ મોરબીમાં ચાલી ગયો હતો જેમાં કારખાનેદારના વકીલની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે વીજ ચોરી કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે.
આ કેસની હકિક્ત એવી છે કે, માળીયા (મી.) તાલુકાનો હરીપર ગામે કાઠીયાવાડ સોલ્ટ વર્કસના નામથી પ્લાસ્ટીકનાં ગઠ્ઠા બનાવવાની ફેક્ટરી મહમદહુશેન સીદીકભાઈ પાયક રહે. મોરબી વાળા ફેક્ટરી ધરાવતા હતા. અને તેની ફેક્ટરીમાં પી.જી.વી.સી.એલ. નું કનેક્શન હતું જેથી તે કાયદેસરના ગ્રાહક હતા. તેમ છતાં ગઈ તા. ૩૧-૧૨-૨૦૨૦ નાં રોજ પી.જી.વી.સી.એલ. કચેરીનાં અધિકારીએ વીજ ચેકીંગ કર્યું હતું અને તેઓને ૭૧,૩૮,૯૮૪.૨૯ પૈસાની વીજ ચોરી કરેલ છે. તે મતલબની ફરીયાદને વર્ષ ૨૦૨૦ માં જીયુવીએનએલ પોલીસ સ્ટેશન રાજકોટમાં વીજળી અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરાવેલ હતો જે ગુન્હાની તપાસ કરી તેનું સ્પેશ્યલ ઈલેક્ટ્રીક સીટી કોર્ટ મોરબીમાં ચાર્જશીટ કરેલ હતું જે કેસ સ્પે. કોર્ટમાં ચાલી જતા તેની અંદર પ્રોસીકયુશન તરફે પાંચ સાહેદોનાં મૌખિક પુરાવા લીધેલ અને ૧૫ દસ્તાવેજો રજુ કરેલ હતા જે તમામ મૌખિક પુરાવા તથા દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ તેમજ આરોપી મહમદહુશેન સીદીકભાઈ પાયકનાં એડવોકેટ એચ.એન.મહેતાની ધારદાર દલીલોને ધ્યાને લઈને આ કેસમાં સ્પેશ્યલ જજ વી.એ. બુધ્ધ સાહેબે આરોપીને નિર્દોષ જાહેર કરેલ છે.
