મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના કવાડીયા ગામે ઘરમાં ૨.૫૬ લાખની વીજ ચોરીના કેસમાં ઘરધણીનો નિર્દોષ છુટકારો


SHARE













હળવદના કવાડીયા ગામે ઘરમાં ૨.૫૬ લાખની વીજ ચોરીના કેસમાં ઘરધણીનો નિર્દોષ છુટકારો

હળવદ તાલુકાનાં કવાડીયા ગામે ઘરમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારે ઘરધણીને ૨.૫૬ લાખનું વીજ ચોરીનું બિલ આપવામાં આવ્યું હતું અને વીજ ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી જે કેસ સ્પેશ્યલ ઈલેક્ટ્રીક સીટી કોર્ટ મોરબીમાં ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલની દલીલ અને પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે વીજ ચોરી કેસમાં આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે

આ કેસની હકિકત એવી છે કે હળવદ તાલુકાનાં કવાડીયા ગામે ધીરૂભાઈ જેમુભાઈ ડોડીયાના ઘરે પી.જી.વી.સી.એલ. કચેરીના અધિકારીએ વીજ ચેકીંગ કર્યું હતું અને તેઓને ૨,૫૬,૮૯૭.૮૦ પૈસાની વીજ ચોરી કરેલ છે. તે મતલબની ફરીયાદ જીયુવીએનએલ પોલીસ સ્ટેશન રાજકોટમાં વીજળી અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૧૩૫ મુજબનો ગુન્હો દાખલ કરાવેલ હતો જે ગુન્હાની તપાસ કરી તેનું સ્પેશ્યલ ઈલેકટ્રીક સીટી કોર્ટ મોરબીમાં ચાર્જશીટ કરેલ હતું જે કેસ સ્પે. કોર્ટમાં ચાલી જતા તેની અંદર પ્રોસીકયુશન તરફે પાંચ સાહેદોનાં મૌખિક પુરાવા લીધેલ અને સાત દસ્તાવેજો રજુ કરેલ હતા જે તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લઈ તેમજ આરોપી ધીરૂભાઈ જેમુભાઈ ડોડીયાનાં એડવોકેટ એચ.એન. મહેતાની ધારદાર દલીલો ધ્યાને લઈને આ કેસની અંદર સ્પેશ્યલ જજ વી. એ. બુધ્ધએ આરોપીને નિર્દોષ જાહેર કરેલ છે.




Latest News