મોરબી સિવિલ હોસ્પિટલના સ્ટાફને ફાયર વિભાગની ટીમ દ્વારા તાલીમ અપાઈ
SHARE
મોરબી સિવિલ હોસ્પિટલના સ્ટાફને ફાયર વિભાગની ટીમ દ્વારા તાલીમ અપાઈ
મોરબી પાલિકાના ફાયર વિભાગ દ્વારા જુદીજુદી જગ્યાએ જઈને સ્ટાફ અને વિધ્યાર્થીઓને તાલીમ આપવામાં આવે છે આવી જ રીતે તાજેતરમાં ફાયરની ટીમે મોરબી સિવિલ હોસ્પિટલમાં જઈને ત્યાંના ડોક્ટર અને સ્ટાફને ફાયરની તાલીમ આપવામાં આવેલ છે ત્યારે સ્ટાફને આગ લાગવાના કારણો, આગના પ્રકારો, કેવા કેવા પ્રકારની આગ લાગી શકે ? આગથી કેવી રીતે બચી શકાય? આગની સામે કેમ રક્ષણ મેળવી શકાય, આગ કે અન્ય અકસ્માતમાં ફસાઈ જાય તો પોતાનો બચાવ કેવી રીતે કરવો અને અન્યને પણ બચાવીને બહાર કેવી રીતે કાઢવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ અગ્નિશામક યંત્રના ઉપયોગનો લાઈવ ડેમો રાખેલ હતો. અને મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કોઈ પણ શૈક્ષણિક સંકુલ, સોસાયટી, હોસ્પિટલ કે બહુમાળી ઈમારતોમાં આવા ફાયર સેફટી જાગૃતિના હેતુસર ફ્રી (નિશુલ્ક) લાઈવ ડેમો અને ટ્રેનિંગ માટે આપવામાં આવે છે તેના માટે મોરબી જિલ્લા સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા અને લીડિંગ ફાયરમેન જયેશ ડાકી તેમજ ફાયર સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યુ છે