મોરબી સિવિલ હોસ્પિટલના સ્ટાફને ફાયર વિભાગની ટીમ દ્વારા તાલીમ અપાઈ
મોરબીના ઉંચી માંડલ ગામ પાસે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE









મોરબીના ઉંચી માંડલ ગામ પાસે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાનાં ઉંચી માંડલ ગામ નજીક નદીમાં યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયરની ટીમે ત્યાં જઈને ત્રણ કલાકની જહેમત બાદ યુવાનના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. અને ત્યાર બાદ યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં ઉંચી માંડલ ગામ નજીક નદીમાં બપોરે કોઈ કારણોસર એક યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવની ૧૨:૩૦ કલાકે મોરબી ફાયર વિભાગને જાણ કરી હતી કે ઉચીમાંડલ પાસે ખરેડા ગામ રામાપીરના મંદિરની પાછળ નદી (નાલા)માં યુવાન ડૂબી ગયેલ છે જેથી મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની ટીમ ત્યાં પહોચી ગઈ હતી અને તાત્કાલિક ઘટના સ્થળે જઈને અને નદીમાં ડૂબી ગયેલ યુવાનની શોધખોળ શરૂ કરી હતી અને ત્રણ કલાકની જહેમત બાદ મનજીભાઇ હરખજીભાઇ પીપળીયા (૩૦) નો મૃતદેહ બહાર કાઢ્યો હતો. અને યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
