મોરબીના ખ્યાતિબેન નિમાવતની નોટરી તરીકે નિમણૂક મોરબીમાં નટરાજ ફાટક પાસે નડતર રૂપ સળિયાને જાગૃત આગેવાને દૂર કરાવ્યો માળીયા (મી)ના વવાણીયા પાસે યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના રિમાન્ડ મંજૂર મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં પ્રિ-બોર્ડ એક્ઝામ યોજાઇ મોરબીની વિનય ઇન્ટરનેશનલના વિદ્યાર્થીઓએ બેડમિન્ટન, કરાટે અને સ્કેટિંગ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ મેડલ મેળવ્યા મોરબીના ઝાલા પરિવારે લગ્નના ચાંદલા સ્વરૂપે આવેલી માતબર રકમ નવનિર્મિત રાજપૂત સમાજ ભવન માટે અર્પણ કરી મોરબી મહાપાલિકામાં કમિશ્નરને મળવા માટે માંગવામાં આવતો અભિપ્રાય-સહી યોગ્ય નથી: કોંગ્રેસ મોરબી જીલ્લામાં મતદાનના ૪૮ કલાક પહેલા ચુંટણી સંબંધિત વિસ્તાર છોડી દેવાની તાકીદ
Breaking news
Morbi Today

મોરબીમાં બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન:  જાલસીકા  ગામે હોલ માતા મંદિરે દેવાયત ખાવડના લોક ડાયરાનું આયોજન


SHARE













મોરબીમાં બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન:  જાલસીકા  ગામે હોલ માતા મંદિરે દેવાયત ખાવડના લોક ડાયરાનું આયોજન

મોરબીમાં ભુવા હસુભાઈ પનારા તથા સમસ્ત પનારા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૯ મે ને ગુરુવારના રોજ રાત્રે ૯ વાગ્યે મોરબીના ભવાની ચોક લખધીરવાસ બક્ષી શેરીના નાકે બહુચરાજી માતાજીના ભવ્ય ડાક ડમરૂના કાર્યક્રમનું આયોજન કરાયું છે અને આ તકે ભુવા હસુભાઈ પનારા તથા ડાક કલાકાર ધર્મેશ રાવલ માતાજીના ગુણગાન ગાશે. જેથી કરીને ભક્તોને તેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

નવચંડી મહાયજ્ઞનું આયોજ

મોરબી તાલુકાના બંધુનગર ગામે તા ૧૪ મે ના રોજ દલસાણીયા પરિવાર દ્વારા બહુચરાજી માતાજીના નવમા વાર્ષિક પાટોત્સવનું આયોજન કરવામાં આવેલ છે તેની સાથે નવચંડી મહાયજ્ઞ પણ રાખવામા આવેલ છે અને તે દિવસે સવારે ૭:૦૦ વાગ્યે નવચંડી મહાયજ્ઞ શરૂ કરવામાં આવશે જેના આચાર્ય પદે મહામહોપાધ્યાય જિજ્ઞેશભાઈ પંડ્યા બિરાજશે. અને બપોરે ૧ વાગ્યે બીડું હોમાશે અને ત્યાર બાદ મહાપ્રસાદ રાખવામા આવેલ છે અને તા ૧૩ ના રોજ રાત્રે ૯:૦૦ વાગ્યે રાસ ગરબાનું આયોજન કરાયું છે

હોલ માતા મંદિરે લોક ડાયરાનું આયોજન

વાંકાનેર તાલુકાનાં જાલસીકા ગામે આવેલ હોલ માતા મંદિરે ૧૭ મો વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવને ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા. ૯/૫/૨૦૨૪ના રોજ ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાણીતા કલાકાર દેવાયતભાઈ ખવડ (લોકસાહિત્યકાર), કાનો હુંબલ (લોકસાહિત્યકાર) ભૂમિબેન આહીર (લોકગાયક કલાકાર), વિજયભાઈ આહીર (ભજનીક) અને વિજુબેન આહીર (લોકગાયક) સહિતના જમાવટ કરશે જેથી કરીને લોક ડાયરાનો લાભ લેવા માટે અને ધાર્મિક પ્રસંગનો લાભ લેવા માટે આયોજકોએ લોકોને આમંત્રણ આપેલ છે








Latest News