મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં લોકશાહિના મહાપર્વમાં ચૂંટણી પંચ ઉત્સાહિ, મતદારો નિરુતાશાહી !
SHARE
મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં લોકશાહિના મહાપર્વમાં ચૂંટણી પંચ ઉત્સાહિ, મતદારો નિરુતાશાહી !
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ ને ધ્યાનમાં લઈ આચારસંહિતા અમલી બન્યા પહેલાં સમગ્ર દેશનું વહીવટી તંત્ર વિકાસના કામોને બાજુએ મૂકીને ચૂંટણી કામગીરીમાં લાગી ગયું છે. તો રાજનેતાઓ પણ મતદાતાઓને રીઝવવાના ભરચ્ચક પ્રયાસ કર્યા હતા તો પણ લોકસભાની ચૂંટણીમાં તંત્ર ઉત્સાહી હતું અને મતદારો નિરુતશાહી હતા તેવું મતદાનના દિવસે જોવા મળે છે
આ વખતે દર વખતની જેમ ચૂંટણી પંચ દ્વારા મતદાતાઓ મતદાન કરવા આવે તેના માટે તનતોડ મહેનત કરવામાં આવી હતી અને મતદાતાઓને મતદાન કરવા માટે અપીલો કરવામાં આવી, બીએલઓએ પોતાની મુખ્ય ફરજના ભોગે ઘરે ઘરે જઈને વોટર સ્લીપોનું વિતરણ કર્યું હતું અને હરીફ ઉમેદવારોના સુંદર મજાના ફોટાવાળી સ્લીપોનું વિતરણ પક્ષના કાર્યકર્તાઓએ કર્યું, પેજપ્રમુખ,પેજ કમિટીએ પણ મતદારો સુધી પહોંચી મતદાન કરવા આહવાન કર્યું હતું અને જુદાં જુદાં અનેક સંગઠનોએ મતદાતા જાગૃતિ માટેની પત્રિકાઓ વિતરણ કરી, સ્ટીકરો લગાવ્યા, સંતો મહંતો, અગ્રણીઓએ પણ ખુબજ અપીલો કરી ખૂબ બધો પ્રચાર પ્રસાર કર્યો, બુથ પર પણ જાનૈયાઓના સ્વાગત જેવી સ્વાગત થાય એવી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. અને સિનિયર સિટીઝન, દિવ્યાંગ મતદારો માટે વ્હિલચેરની વ્યવસ્થા અને લાવવા લઈ જવા માટે વાહન વ્યવસ્થા કરવામાં આવી હતી, આમ મતદાતાઓ માટે શક્ય એટલી તમામ વ્યવસ્થાઓ કરી હતી અને એક એક મત માટે ખૂબ મોટો ખર્ચ કરે છતાં ત્રીજા તબક્કાના મતદાનના આંકડા જોતાં આ તમામ પૂર્વ તૈયારીઓની મતદાતાઓ પર અસર ન થઈ હોય એવું જોવા મળ્યું છે.
ગત ચૂંટણીની સરખામણીમાં તમામ જગ્યાએ ઓછું એટલે કે સરેરાશ ૫૫ % થી ૬૦ % જેટલું મતદાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે અને ઓછું મતદાન થવા પાછળ ઘણા બધા ચિંતન, મનન અને મનોમંથન કરતા અનેક કારણો સામે આવી રહ્યા છે, જેમકે જે કંઈ મતદાન થયું છે એ મોટાભાગનું મોટી ઉંમરના લોકોનું થયું છે, કહેવાતા ભણેલા ગણેલા મતદાનથી અળગા રહ્યા કારણ કે આ લોકો પોતાના મતદાન મથકથી દૂર વતનથી દૂર ધંધા રોજગારી અર્થે બહાર હોય છે એટલે આ લોકો પોતાનો કિંમતી મત આપવા આવતા નથી. આજ વ્યક્તિ ટાઈમ, ટિફિન અને ટીકીટ ખર્ચીને ક્રિકેટ મેચ જોવા જશે, ફિલ્મ જોવા જશે પણ મતદાન કરવાનો એમની પાસે ટાઈમ નથી. બહેનો માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ તેમજ ચૂંટણીમાં ૩૩ % અનામતની જોગવાઈ કરી હોવા છતાં જેટલું મતદાન થયું છે એમાં બહેનોનું મતદાન પુરુષોની સરખામણીએ ઓછું થયું છે. વળી ઘણા કિસ્સામાં મતદાતાનું નામ બે જગ્યાએ પણ ચાલતું હોય છે પરિણામે મતદાતા એક જગ્યાએ મતદાન કરે છે અને એક જગ્યાએ મતદાન થતું નથી, આવા અનેક કારણોસર મતદાન ઓછું થયું હોય હવે વન નેશન, વન ઇલેક્શન અને ફરજીયાત મતદાનનો સમય પાકી ગયો હોય એ દિશામાં આગળ વધવું આવશ્યક છે, તેમજ યુવા અને એજયકેટેડ વોટર્સ માટે ઓનલાઈન વોટિંગની વ્યવસ્થા પણ કરવી જરૂરી છે, તો અને તો જ લોકશાહીનો આધારસ્તંભ મતદાન વધુ થઈ શકશે અન્યથા ચૂંટણી પંચ ઉત્સાહી અને મતદારો નિરુત્સાહી રહેશે. તેવું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘમાં મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશ વડસોલાએ જણાવ્યુ છે