વાંકાનેર નજીક બોગસ ટોલનાકા બંધ કરાવવાનો ખાર રાખીને કર્મચારીને માર માર્યો : રિવોલ્વર કે અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારા તાલુકાની શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ એક યુવાનનું મોત-એક સારવારમાં ટંકારના કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ૯૨ મી સિદ્ધ સમાધી યોગ SSY શિબિર સંપન્ન મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત
Breaking news
Morbi Today

મોરબીના માળિયા (મિં.) નજીક ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર આવેલ ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતાં અકસ્માત: એકનું મોત


SHARE

માળિયા (મી) નજીક ડિવાઈડર કૂદીને સામેના રોડ ઉપર આવેલ ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતાં અકસ્માત: એકનું મોત

માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ દેવ સોલ્ટથી આગળના ભાગમાં ડિવાઈડર કૂદીને સામેના ભાગમાં આવેલ ટ્રક સામેથી આવતા ટ્રક સાથે અથડાતા અકસ્માત થયો હતો જેમાં ટ્રકના ડ્રાઇવરને ઈજા થઈ હતી અને ટ્રકના ક્લીનરને માથા, છાતી અને પેટના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજયું છે અને આ બનાવ સંદર્ભે ટ્રકના ડ્રાઇવરએ અકસ્માત સર્જના ટ્રક ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવે છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વખતે પ્રમાણે મૂળ બિહારના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે મુન્દ્રા અદાણી વીલ માર્ટ ખાતે રહેતા અને ડ્રાઇવિંગ કરતા વિક્રમકુમાર રામપ્રવેશ સિંગ જાતે પટેલ (૨૬)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગણેશસિંગ અમરસિંગ રાજપુત રહે લસાણી તાલુકો દેવગઢ રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે માળીયાથી કચ્છ તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર દેવ સોલ્ટથી આગળના ભાગમાં તે પોતાનો ટ્રક લઈને જઈ રહ્યા હતા ત્યારે સામેના ભાગમાં આવી રહેલ આરોપીએ પોતાનો ટ્રક ડિવાઈડર કૂદાવીને સામેના રોડ ઉપર લઈ આવતા ફરિયાદીના ટ્રક નંબર જીજે ૧૨ બીવી ૮૧૧૩ માં અથડાયો હતો જેથી કરીને ડ્રાઇવરને માથાના ભાગે સામાન્ય ઈજા થઈ હતી અને ફરિયાદીના ક્લીનર એસ. ભવાની દુર્ગાસિંગ (૨૨)ને માથા, પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું. આ બનાવ સંદર્ભે વિક્રમકુમારે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપી ગણેશસિંગ અમરસિંગ રાજપુત (૨૮) રહે. લસાણી તાલુકો દેવગઢ રાજસ્થાન વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Latest News