ટંકારાના હિરાપર નજીક બેકાબૂ કાર પલ્ટી જતાં માતા-ફૈબાનું મોત: કાર ચાલક સામે ગુનો નોંધાયો
SHARE
![News Image](https://morbitoday.com/assets/blog/1715229585.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1732078089.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1731358188.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1726036900.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1735991009.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1736172568.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1738168550.png)
ટંકારાના હીરાપર નજીક બેકાબૂ કાર પલ્ટી જતાં માતા-ફૈબાનું મોત: કાર ચાલક સામે ગુનો નોંધાયો
મોરબીથી દ્વારકા દર્શન કરવા માટે ગયેલ પરિવાર ત્યાંથી પરત આવતો હતો ત્યારે ટંકારા તાલુકાના હીરાપર અને સરાયા ગામ વચ્ચે મામાદેવના મંદિર પહેલા અલ્ટો ગાડી પલટી મારી ગઈ હતી જેથી કરીને ગાડીમાં બેઠેલા કાર ચાલકના માતા અને ફેબાનું મોત નીપજ્યું હતું જો કે એક જ પરિવારના પાંચ વ્યક્તિઓને ઇજાઓ થયેલ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા જે બનાવમાં હાલમાં કારના ચાલકના ભાઈની ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટી શેરી નં-૩ સાઈ પેલેસ બ્લોક નં-૪૦૩ માં રહેતા ખીમરાજભાઈ રાજેશભાઈ સોનરાજ જાતે બારોટ (૩૪)એ અલ્ટો ગાડી નં જીજે ૩૬ એફ ૦૭૨૦ ના ચાલક તેના ભાઈ શક્તિભાઈ રાજેશભાઈ સોનરાજની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે શક્તિભાઈ અલ્ટો ગાડી લઈને ટંકારા તાલુકાના હીરાપર ગામથી સરાયા ગામ વચ્ચે આવેલ મામાદેવના મંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર કારના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કાર રોડ સાઈડમાં પલટી મારી ગઈ હતી અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદી શક્તિભાઈ તથા તેના પત્ની જલ્પાબેન, દીકરી આસ્થાબેન, તુલસીબેન અને હીનાબેનને ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ ગયા હતા અને ફરિયાદીના માતા નિર્મળાબેન રાજેશભાઈ સોનરાજ (૬૫) તેમજ તેના ફૈબા ગીતાબેન ઉર્ફે ગવરીબેન રામકુમાર રેણુકા જાતે બારોટ (૭૦) વાળાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલ હાલતમાં તે બંનેના મોત નીપજ્યા હતા જેથી કરીને હાલમાં અકસ્માતના આ બનાવ સંદર્ભે ખીમરાજભાઈની ફરિયાદ લઈને પોલીસે શક્તિભાઈ સોનરાજ સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે શક્તિભાઈ તેના પરિવારજનો સાથે દ્વારકા દર્શન કરવા માટે ગયા હતા અને ત્યાંથી પરત આવી રહ્યા હતા દરમિયાન તેઓની અલ્ટો ગાડી પલટી મારી ગઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં કાર ચાલકના માતા અને ફેબાના મોત નીપજયાં છે.
અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા મકબુલહુસેન મામદભાઈ શેરસીયા જાતે મોમીન મુસ્લિમ (૪૫) એ હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સીએનજી રીક્ષા નંબર જીજે ૩૬ ડબલ્યુ ૧૩૯૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, રાજપીપળીયા ગામ પાસે ઈરફાનભાઇ શેરસીયાના ખેતર પાસેથી રોડ ઉપરથી તેનો દીકરો શાઇરના બાઈક નંબર જીજે ૩ સીએચ ૧૫૮૭ લઈને જઈ રહ્યો હતો ત્યારે સીએનજી રીક્ષાના ચાલકે તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ફરિયાદીના દીકરાને માથામાં તથા જમણી આંખની બાજુમાં તથા જમણા પગમાં ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે સીએનજી રીક્ષાના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
![](https://morbitoday.com/assets/images/advertisement/1735652558.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1722835068.jpg)
![](https://morbitoday.com/assets/images/advertisement/1737124052.jpg)