મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબીના પૂર્વ ધારાસભ્ય-રાજ્યના પૂર્વમંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની એક બેઠકની જવાબદારી સોપાઈ


SHARE









મોરબીના પૂર્વ ધારાસભ્ય-રાજ્યના પૂર્વમંત્રી બ્રિજેશ મેરજાને પંજાબમાં લોકસભાની એક બેઠકની જવાબદારી સોપાઈ

મોરબીના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાને લોકસભાની ચાલી રહેલ ચૂંટણી અન્વયે પંજાબમાં જવાબદારી સોંપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય રહેશે કે ગુજરાતની ભાવનગર લોકસભા બેઠકના પ્રભારી તરીકે તેમણે સફળતા પૂર્વક જવાબદારી વહન કરેલી છે અને તે પૂરી થતા જ પંજાબ રાજ્યના “આનંદપૂરસાહેબ" બેઠકની ચૂંટણીની જવાબદારી સોંપવામાં આવેલી છે.

લોકસભાની ચૂંટણીનાં અંતિમ તબક્કામાં ૧ લી જૂને પંજાબ રાજ્યમાં મતદાન થવાનું છે. ત્યાં બ્રિજેશ મેરજાને જવાબદારી સોપવામાં આવેલ છે અને આ પૂર્વે તેમણે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ગુજરાતનાં ભાજપના પ્રદેશ ઇન્ચાર્જ તરીકે પણ જવાબદારી ખૂબ નિષ્ઠા અને મહેનત કરીને પૂરી કરી છે. તેઓને વિવિધ તબક્કે ગુજરાતમાં વિવિધ સ્થળોએ જી-૨૦ ના સેમિનાર, પ્રબુધ્ધ નાગરિક સંમેલન તેમજ પંચાયત પ્રશિક્ષણના વિવિધ ઝોનમાં પણ પ્રદેશ ભાજપ તરફથી સોંપાયેલ કામગીરી પૂરી ખંત અને નિષ્ઠાથી નિભાવી છે. પંજાબ રાજ્યના પ્રભારી અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે બ્રિજેશ મેરજાએ આ નવી જવાબદારી અંગે માર્ગદર્શન મેળવીને પંજાબની આ ઐતિહાસિક અને ધરોહર ગણાતી “આનંદપૂરસાહેબ” બેઠકની ચૂંટણીની જવાબદારી વહન કરવા તેઓ ટૂંક સમયમાં પંજાબ પંહોચી જશે અને ત્યાં તા. ૧ લી જૂને યોજાનાર ચૂંટણી સુધી પંજાબમાં રોકાણ કરશે. જેથી તેઓ મોરબીમાં તેમના આ પંજાબ પ્રવાસને કારણે મળી શકશે નહીં. પરંતુ તેમનું જનસંપર્ક કાર્યાલય રાબેતા મુજબ લોકો માટે ખુલ્લુ રહેશે




Latest News