કેન્સરનું દર્દ હોવા છતાં રાષ્ટ્રધર્મના રંગે રંગાયેલા કાજલબેન દફતરીએ રાજકોટથી મોરબી આવીને કર્યું મતદાન
SHARE
કેન્સરનું દર્દ હોવા છતાં રાષ્ટ્રધર્મના રંગે રંગાયેલા કાજલબેન દફતરીએ રાજકોટથી મોરબી આવીને કર્યું મતદાન
શરીર છે રોગ આવે અને જાય પરંતુ રાષ્ટ્ર પ્રથમની વિચાર શરણીએ મતદાન કરવા હિંમત કરી ધોમધખતા તાપમાં કેન્સરના દર્દીએ રાજકોટથી મોરબી આવીને તેના પરિવારની સાથે મતદાન કર્યું હતું. મોરબીના જૈન અગ્રણી, સામાજિક કાર્યકર અને લાયન્સ અગ્રણી ચંદ્રકાંતભાઈ દફતરીના પુત્રવધુ કાજલબેન સંદીપભાઈ દફતરી કે જે હાલ રાજકોટમાં રહે છે અને કેન્સરગ્રસ્ત હોવાથી રેડીએશન પૂર્ણ કરી બપોરે ૧:૩૦ વાગે મોરબી જવા માટે તા ૭ ના રોજ નીકળ્યા હતા અને પુરા પરિવારની સાથે બપોરે ત્રણ વાગે રાષ્ટ્રની પવિત્ર ફરજ નિભાવવા માટે મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યા હતા અને ત્યાં તેઓના પરિવારની સાથે તેમણે મતદાન કરીને રાષ્ટ્ર ધર્મ નિભાવ્યો હતો. મોરબીમાં આવેલ બાજીરાજબા લાયન્સ કન્યાશાળામાં સ્ટાફ દ્વારા કાજલબેન સંદીપભાઈ દફતરીને પૂરતો સહયોગ આપવામાં આવ્યો હતો અને લાઈન હોવા છતાં સમગ્ર પરિવારને સાથે મતદાન કરવા માટે પ્રથમ અધિકાર આપ્યો હતો અને ત્યારે કાજલબેન હોંશે હોંશે હંસતા મોઢે પોતાનો પવિત્ર અને કિંમતી મત આપીને રાષ્ટ્રના અનેકલોકોને પ્રેરણારૂપ ઉદાહરણ પુરૂ પાડ્યુ હતું.