મોરબીમાં બે ઘરફોડ ચોરીના ગુનામાં ચિખલીગર ગેંગનો સાગરીત પકડાયો: 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને આરોપીને દબોચ્યો વાંકાનેરમાં ધારાસભ્યની હાજરીમાં જલારામ જયંતિની ઉજવણી, પ્રસાદ વિતરણ કરાયું મોરબીના યુવાઓ થઈ જાવ તૈયાર, ૧૦ નવેમ્બર સુધીમાં પી.એમ.ઈન્ટર્નશીપ માટે ઓનલાઇન અરજી શરૂ મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા જય વસાવડાની હાજરીમાં યુવા સંમેલનનું આયોજન નાદારી નોંધાવી ?: મોરબી, હળવદ અને માળીયા પાલીકનું 27 કરોડથી વધુની વીજ બિલ બાકી ! મોરબી સબ જેલમાંથી મળ્યા 40 માવા !: જેલરની બદલી છોટે વીરપુર, મોરબીમાં આજે ધામધુમથી જલારામ જયંતીની ઉજવણી: કેક કટિંગ, મહાઆરતી, શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોની વણજાર મોરબીમાં પત્ની સાથે ઘરે કંકાસ થતાં પિતાના ઘરે જવાનું કહીને યુવાન ગુમ
Breaking news
Morbi Today

મોરબી: પતિએ અપશબ્દો કહીને માર મારતા દીકરીઓ સાથે ઘરે છોડીને ચાલી નીકળેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે કરાવ્યુ મિલન


SHARE

























મોરબી: પતિએ અપશબ્દો કહીને માર મારતા દીકરીઓ સાથે ઘરે છોડીને ચાલી નીકળેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે કરાવ્યુ મિલન

મોરબી ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર એક સજ્જન વ્યક્તિનો ફોન આવેલ અને તેમણે જણાવેલ એક મહિલા તેમની બાળકીઓ સાથે મંદિર પર આવેલા છે અને બહેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરેલ પણ બહેન રડતા હોય અને હિન્દી ભાષા બોલતા હતા જેથી મહિલાની મદદ માટે ૧૮૧ મહિલા હેલ્પલાઇનમા ફોન કરેલ છે જેથી કરીને તાત્કાલિક અભયમની ટીમ ત્યાં પહોચી ગયેલ હતી

જે વિસ્તારમાંથી ફોન આવેલ હતો ત્યારે અભયમની ટીમ આવી ગયેલ હતી અને તે બહેનને આશ્વાસન આપેલ હતું અને બહેનનુ કાઉન્સિલિંગ કરેલ અને તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરેલ હતો જેમાં મહિલાએ જણાવેલ તેમના લગ્ન સંસારને છ વર્ષ થયેલ છે અને સંતાનમાં બે બાળકીઓ છે તેમનું મૂળ વતન બીજા રાજ્યમાં આવેલ છે અને તેમના પતિ સાથે કારખાનામા મજુરી કામ કરવાના અર્થે ચાર વર્ષથી આવેલ છે અને મોરબી જિલ્લામા પતિ અને બાળકીઓ સાથે રહે છે અને મહિલાએ જણાવેલ હતું કે, તેમણે જમવા માટે રસોઈ બનાવેલ જેમાં પતિ જમવા માટે બેઠા હતા ત્યારે પતિએ કહેલ કે સબજીમા નમક વધારે છે એમ કહીને મહિલાને અપશબ્દો બોલેલ અને હાથ ઉપાડેલ હતો જેથી મહિલા તેમના પતિને કહ્યા વગર ઘર છોડીને ઘરેથી નીકળી ગયેલ અને રીક્ષામાં બેસી ને મોરબી આવેલ છે અને ત્યાં એક મંદિર પાસે બેસીને રડતા હતા

આ બહેનની સમસ્યા જાણીને તેમના પતિના બહેન પાસેથી નંબર લીધેલ હતા અને ત્રાહિત વ્યક્તિ સાથે મળીને પતિને કોલ કરેલ જેમાં પતિ એ જણાવેલ તેમણે એક કારખાનામા કામ કરતા સહમિત્રએ જણાવેલ હતું કે, મારા પત્ની ઘર છોડીને જતા રહેલ છે જેથી હું મારા પત્નીની શોધખોળ કરતો હતો અને તેવામાં અભયમની ટીમે તેઓને મહિલા જ્યાં હતી ત્યાં બોલાવ્યા હતા અને જેથી તેને અભયમની ટીમે કાયદાકીય રીતે સમજાવેલ છે અને બહેનના પતિ એ જણાવેલ કે તે આજ પછી તેમના પત્ની પર હાથ નહિ ઉપાડે જેથી કરીને તે મહિલાને તેની દીકરીઓ સાથે તેમના પતિ સાથે મોકલી આપવામાં આવેલ છે








Latest News