વાહ : મોરબી જિલ્લો ૯૨.૮૦ ટકા પરિણામ સાથે ધો.૧૨ સાયન્સમાં રાજ્યમાં પ્રથમ: સામાન્ય પ્રવાહમાં ૯૪.૯૧ ટકા સાથે બીજા ક્રમે
SHARE
વાહ : મોરબી જિલ્લો ૯૨.૮૦ ટકા પરિણામ સાથે ધો.૧૨ સાયન્સમાં રાજ્યમાં પ્રથમ: સામાન્ય પ્રવાહમાં ૯૪.૯૧ ટકા સાથે બીજા ક્રમે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગત માર્ચ–૨૦૨૪ માં લેવામાં આવેલ ધો. ૧૨ ના તમામ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ધો. ૧૨ સાયન્સમાં સમગ્ર રાજ્યનું ૮૨.૪૫ ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જો કે, મોરબી જિલ્લો ૯૨.૮૦ ટકા પરિણામ સાથે ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવેલ છે અને સામાન્ય પ્રવાહમાં સમગ્ર રાજ્યનું ૯૧.૯૩ ટકા પરિણામ આવેલ છે જો કે, મોરબી જિલ્લાનું ૯૪.૯૧ ટકા પરિણામ સાથે બીજા ક્રમે આવેલ છે.
લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ બોર્ડના વિદ્યાર્થીઓના પરિણામને જાહેર કરવા માટે સરકાર તરફથી લીલીઝંડી આપવામાં આવી હતી જેથી કરીને આજે ધો. ૧૨ ના તમામ પરિણામો જાહેર કરવામાં આવેલ છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૪ માં લેવામાં આવેલ પરીક્ષાઓમાં મોરબી જિલ્લાના વિદ્યાર્થીઓએ દ્વારા મેદાન મરવામાં આવ્યું છે વધુમાં મળી રહેલા માહિતી મુજબ માર્ચ ૨૦૨૪ માં ધો. ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૧૧,૧૩૨ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી એ-વન ગ્રેડમાં ૧૦૩૪, એ-ટુ ગ્રેડમાં ૮૯૮૩, બી-વન ગ્રેડમાં ૧૮૫૧૪, બી-ટુ ગ્રેડ ૨૨૧૧૫, સી-વન ગ્રેડમાં ૨૧૯૬૪, સી-ટુ ગ્રેડમાં ૧૬૧૬૫ અને ડી-ગ્રેડમાં ૨૮૪૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. માર્ચ ૨૦૨૪ માં ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૩,૭૮,૨૬૮ વિદ્યાર્થીમાંથી ૩,૪૭,૭૩૮ પાસ થયા છે. અને એ-વન ગ્રેડમાં ૫૫૨૨, એ-ટુ ગ્રેડમાં ૪૨૭૯૯, બી-વન ગ્રેડમાં ૮૨૫૪૪, બી-ટુ ગ્રેડ ૯૮૮૮૧ પાસ થયેલ છે જો કે, મોરબી જિલ્લાની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લામાં હળવદ કેન્દ્રનું સૌથી વધુ ૯૬.૯૧ ટકા પરિણામ આવ્યું છે. ત્યાર બાદ ટંકારા કેન્દ્રનું ૯૬.૦૭, મોરબી કેન્દ્રનું ૯૪.૬૮ ટકા પરિણામ અને વાંકાનેર કેન્દ્રનું ૯૨.૫૧ ટકા પરિણામ આવ્યું છે.