મોરબીના પાડાપુલે રીક્ષા પલ્ટી મારી જતાં બે મહિલા સહિત ઇજા પામેલ ત્રણ વ્યક્તિ સારવારમાં
SHARE
મોરબીના પાડાપુલે રીક્ષા પલ્ટી મારી જતાં બે મહિલા સહિત ઇજા પામેલ ત્રણ વ્યક્તિ સારવારમાં
મોરબીના પાડાપુલ ઉપરથી રીક્ષા પસાર થઈ હતી ત્યારે કોઈ કારણોસર રીક્ષા પલટી મારી જતા તેમાં બેઠેલ ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી અને ઇજા પામેલા લોકોને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પાડાપુલ ઉપરથી રીક્ષા પસાર થઈ રહી હતી ત્યારે કોઈ કારણસર અકસ્માતે તે રીક્ષા પલટી મારી ગઈ હતી અને જેથી કરીને રિક્ષામાં બેઠેલ નીતાબા નથુભા ઝાલા (૫૫) રહે. શિવમ હોસ્પિટલ પાછળ મોરબી, રાજલબેન શૈલેષભાઈ બારોટ (૨૦) રહે. રામકૃષ્ણનગર તથા રાજુભાઈ પારઘી (૨૮) રહે. માટેલ વાળાને ઇજાઓ થઈ હતી અને ઇજા ગ્રસ્ત હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરલે છે છે અને વધુ તપાસ સ્થાનિક પોલીસ કર્મચારીને સોંપવામાં આવી છે.
વાહન અકસ્માત
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામ પાસે બાપાસીતારામની મઢુલી પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મનીષભાઈ ખીમજીભાઈ મુછડીયા (૨૯) નામના યુવાનને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબીના નવી પીપળી ગામે રહેતા ઈશ્વરભાઈ લવજીભાઈ નાગપરા (૬૫) નામના વૃદ્ધ મોરબીના જુના ઉપર આવેલ સિમ્પોલો સીરામીક કારખાના નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ અન્ય વાહન ચાલકે તેઓને ઠોકર મારતા ઈજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્તને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.