મોરબીમાં શ્રમિકો-ભાડુઆતોની માહિતી પોલીસને ન આપતા ત્રણ સ્પા-આઠ હોટલ સહિત 18  સામે ગુના નોંધાયા વાંકાનેરમાં ચેક રિટર્નના કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા આરોપી સામે ગુનો નોંધાયો મોરબીના ગોર ખીજડીયા પાસે કારખાનામાંથી 100 કિલો કોપર વાયરની ચોરી: પાંચની ધરપકડ હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન મોરબીના નવયુગ સંકુલ ખાતે સિલ્વર જ્યુબીલીની શાનદાર ઉજવણી કરાશે મોરબીના શનાળા ગામે શક્તિ માતાજીનાં મંદિરે ઝાલા પરિવાર દ્વારા હવન યોજાયો: દાતાઓનુ કરાયું સન્માન મોરબી ઈન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા મીઠાઈ-ફરસાણનું વિતરણ કરાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના વીસીપરામાં મંદિર પાસે બેઠેલા આધેડએ ન કરવાનું કરી નાખ્યું : મોત


SHARE













વાંકાનેરના વીસીપરામાં મંદિર પાસે બેઠેલા આધેડએ ન કરવાનું કરી નાખ્યું : મોત

વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા આધેડ મંદિર પાસે હતા ત્યારે પોતે પોતાની જાતે કોઈ ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો.જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા.ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના વીસીપરા વિસ્તારની અંદર રહેતા રમેશભાઈ માલાભાઈ ઝીંઝવાડીયા (ઉમર ૫૫) નામના આધેડ સૌરાષ્ટ્ર પોટરીની બાજુમાં માતાજીના મંદિર પાસે વીસીપરા વિસ્તારમાં હતા ત્યારે કોઈ કારણોસર તેને ઝેરી પદાર્થ ખાઈ લેતા તેઓને ઝેરી અસર થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની વાંકાનેરની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના વાલજીભાઈ રામજીભાઈ પરમાર ચલાવી રહ્યા છે.

માર માર્યો

મોરબી શહેરમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાં રહેતા ફલૂબેન ઈશ્વરભાઈ વઢીયાર (૪૫) નામના મહિલાને ઘરે તેના દીકરાને માર માર્યો હતો જેથી કરીને માથામાં ઇજા થતાં મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે.ડાંગર દ્વારા કરવામાં આવેલ છે.




Latest News