મોરબીમાં કાલે પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે
SHARE
મોરબીમાં કાલે પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે
મોરબીમાં કાલે પરશુરામ જન્મ જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતી નિમિતે કાલે શોભાયાત્રા યોજાશે અને ત્યાર બાદ પરશુરામ ધામ મંદિર ખાતે મહા આરતી અને મહા પ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ જયંતિની પૂર્વ સંધ્યાએ પરશુરામ ધામ ખાતે દાંડિયા રાસનુ આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ તા.૧૦ ના રોજ પરશુરામ જયંતિ નિમિતે મોરબીમાં દર વર્ષની જેમ મોરબીના મુખ્ય માર્ગો પર ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના વાઘપરા શેરી નંબર-૧૪ માં આવેલ ગાયત્રી મંદિરથી શોભાયાત્રા બપોરે ચારે વાગ્યે શરૂ કરવામાં આવશે અને મોરબીના નવલખી ફાટક પાસે આવેલ પરશુરામ ધામ ખાતે શોભાયાત્રાને પૂરી કરવામાં આવશે ત્યાર બાદ ત્યાં મહાઆરતી અને મહાપ્રસાદ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાર બાદ આગામી વર્ષ માટેની પરશુરામ યુવા ગ્રૂપની ટીમને જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોષી તેમજ ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, જયદીપભાઈ મહેતા, નયનભાઈ પંડ્યા, ઋષિભાઇ મહેતા, રોહિતભાઈ પંડ્યા, અમૂલભાઈ જોષી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા પરશુરામ ધામ ખાતે પરશુરામ જયંતિ ની પૂર્વ સંધ્યાએ દાંડિયા રાસ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ પરિવારો જોડાયા હતા અને દાંડિયા રાસ બાદ પ્રસાદ નો લહાવો લીધો હતો ત્યારે આવતીકાલે તા.૧૦ ના રોજ પરશુરામ જયંતિ હોવાથી મોરબીના મુખ્ય માર્ગો પર ભગવાનશ્રી પરશુરામ જી ની ભવ્ય શોભા યાત્રા યોજાશે જે મોરબીના વાઘપરા ૧૪ ગાયત્રી મંદિર થી શરુ થઈ નવલખી ફાટક પરશુરામ ધામ સુધી જશે.આ સમગ્ર આયોજનમાં મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ અતુલભાઈ જોષી,ચિંતનભાઈ ભટ્ટ,નીરજભાઈ ભટ્ટ,જયદીપભાઈ મહેતા,નયનભાઈ પંડ્યા,ઋષિભાઇ મહેતા,રોહિતભાઈ પંડ્યા, અમૂલ ભાઈ જોષી ,સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.