મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે નવું શૌચાલય બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE
મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે નવું શૌચાલય બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે શૌચાલય છે પરંતુ ત્યાં સફાઈના અભાવે દુર્ગંધ આવતી હોય છે અને આ શૌચાલય વર્ષો જૂનું છે જેથી કરીને તેને તોડી પાડીને ત્યાં નવું શૌચાલય બનાવવામાં આવે તેવી મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે
ટંકારા તાલુકાનાં વીરપર ગામ પાસે આવેલ હરી પાર્ક સોસાયટીમાં રહેતા હસમુખભાઈ ગઢવીએ હાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં આવેલ જુના બસ સ્ટેન્ડ ખાતે શૌચાલય છે જો કે ત્યાં સફાઈના અભાવે દુર્ગંધ આવતી હોય છે અને તેના લીધે બસ સ્ટેશનમાં આવતા મુસાફરો અને મોરબીના લોકોના સ્વાસ્થ્યને નુકશાન થાય તેવી પરિસ્થિતી છે જેથી કરીને મોરબીના જુના બસ સ્ટેશન ખાતે નવેસરથી શૌચાલય બનાવવું ખુબ જ જરૂરી છે. અને જુના શૌચાલયની સ્થિતિ ખખડધજ છે તેની જગ્યાએ ડીમોલીશન કરી નવેસરથી બાંધકામ કરી આધુનીક સુવિધાયુકત તમામ સુવિધા સાથે શૌચાલય બનાવમાં આવે તેવી માંગ કરી છે અને જો નવું શૌચાલય બનાવવામાં આવશે તો જુના બસ સ્ટેન્ડ ખાતે ગંદકીની સમસ્યા પણ ઉકેલાઈ જાય તેવી શ્કાયતા છે જો કે, આ કામ કયારે કરવામાં આવશે તે તે આગામી સમય જ બતાવશે