મોરબીના જુના બસ સ્ટેન્ડ ખાતે નવું શૌચાલય બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમમાં જન્મદિવસની ઉજવણી કરીને સિલીંગ ફેન આપવામાં આવ્યા
SHARE
મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમમાં જન્મદિવસની ઉજવણી કરીને સિલીંગ ફેન આપવામાં આવ્યા
જન્મદિવસની ઉજવણી ઘણી અલગ અલગ રીતે લોકો કરતા હોય છે ત્યારે પ્રેરણાદાયક ઉજવણી થાય તે જરૂરી છે.જેમાં મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટીના મહિલા સભ્ય ક્રિષ્નાબેન કાબરાએ તેમની પુત્રી નિમાંશી કાબરાના જન્મદિવસની ઉજવણી અહિંના વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધ સાથે કરી હતી.વૃદ્ધોને ભોજન કરાવીને તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતી.આ બાબત પોતાનામાં એક ખાસ અને અનોખી પહેલ છે.આ સાથે મુસ્કાન પરિવારે ગરમીથી રાહત આપવાના શુભહેતુથી વૃદ્ધાશ્રમમાં ચાર સીલિંગ ફેન (પંખા) અર્પણ કર્યા હતા. મુસ્કાન વેલ્ફેર સોસાયટી કે જે નાનામાં નાના સામાજિક કાર્ય સાથે સંકળાયેલી છે તે લોકોના હોઠ ઉપર સ્મિત લાવવાનું કામ કરતી રહે છે.