મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા વૃદ્ધાશ્રમમાં જન્મદિવસની ઉજવણી કરીને સિલીંગ ફેન આપવામાં આવ્યા
મોરબી જીલ્લા ભાજપના કાર્યાલય પાસે સામ પિત્રોડાના પૂતળાનું દહન કરાયું
SHARE







મોરબી જીલ્લા ભાજપના કાર્યાલય પાસે સામ પિત્રોડાના પૂતળાનું દહન કરાયું
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોને ચીની, દક્ષિણ ભારતીયોને આફ્રિકી અને પશ્વિમ ભારતીયોને આરબ જેવા ગુણ બતાવાયા છે આ રંગભેદ, શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટીપ્પણી છે. આ વિષયના સંદર્ભમાં મોરબી જીલ્લા ભાજપના કાર્યાલય પાસે સામ પિત્રોડાનું પૂતળાદહન અને કોંગ્રેસ સામે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ મોરબી જિલ્લાના જિલ્લા ભાજપના મહામંત્રી જેઠાભાઇ મિયાત્રાની આગેવાનીમાં જિલ્લા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ દિપક અંદરપા, જિલ્લા કિસાન મોરચાના મંત્રી નીતિનભાઈ રાજપરા, સાગરભાઇ, વિજયકુમાર, ચંપકસિંહ રાણા, મહેશભાઈ સોલંકી તમામ હોદ્દેદારો, ચૂંટાયેલા હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

