મોરબી જીલ્લા ભાજપના કાર્યાલય પાસે સામ પિત્રોડાના પૂતળાનું દહન કરાયું
માળીયા (મિં.)ના બગસરા ગામે પીવાના પાણીના ધાંધીયાથી ગ્રામજનો ત્રાહિમામ
SHARE






માળીયા (મિં.)ના બગસરા ગામે પીવાના પાણીના ધાંધીયાથી ગ્રામજનો ત્રાહિમામ
માળીયા(મિં.) તાલુકાના બગસરા ગામે પીવાનું પાણી પુરતુ આવતુ નથી જેથી કરીને ગ્રામજનો તેમજ ખાસ કરીને મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તંત્રની બેદરકારીના લીધે ગામના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. અને આ ગામ મોરબી જીલ્લાના માળીયા તાલુકાનું છેવાડાનું ગામ છે ત્યાં અંદાજે ૨૦૦૦ લોકોની વસ્તી છે અને ૭૦૦ જેટલા માલઢોર છે તો પણ પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી નથી જેથી કરીને લોકોને હેરાન થવું પડે છે આ મુદે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને તેમજ સંલગ્ન તંત્રને ગ્રામ પંચાયત દ્વારા લેખીત રજુઆતો તથા ફોન દ્વારા છેલ્લા ચારેક વર્ષથી અનેક રજુઆતો કરવામાં આવેલ છે તો પણ આજ સુધી ગામમાં પાણી યોગ્ય રીતે મળી રહે તેવી કોઈ વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી પાયાના પ્રશ્ન ઉકેલાય તેમાં નેતા કે પછી અધિકારીને કોઈ રસ નથી તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે

