માળીયા (મિં.)ના બગસરા ગામે પીવાના પાણીના ધાંધીયાથી ગ્રામજનો ત્રાહિમામ
મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન
SHARE







મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સાતમા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન
મોરબીમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે સાતમો સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ૨૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે
મોરબીના નવલખી રોડ પર રેલવે સ્ટેશન પાસે આવેલા શ્રી ધકકાવાળી મેલડી મંદિર દ્વારા સાતમાં સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા ૧૧/૫ ને શનિવારે સાંજે ૭:૧૫ કલાકે બહુચર પાર્ટી પ્લોટ રોકડીયા હનુમાન મંદિરની બાજુમાં નવલખી રોડ મોરબી ખાતે આ સમૂહલગ્ન યોજાશે આ સમૂહલગ્નમાં ૨૧ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે અને સમૂહલગ્નની વિધિ જાણીતા આચાર્ય શાસ્ત્રી હિરેનભાઈ પી. પંડ્યા દ્વારા કરાવવામાં આવશે આ સમૂહલગ્નનો તમામ ખર્ચ ધક્કાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કરવામાં આવશે અને ધક્કાવાળી મેલડી માતાજી મંદિરની આવકમાંથી સમુહલગ્નો, સાર્વજનિક દવાખાનું, વિધાર્થીઓને નોટબુક,પુસ્તક વિતરણ સહિત સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે આ સાતમાં સમૂહલગ્નને સફળ બનાવવા ઘનુભા જાડેજા, શૈલેષભાઇ જાની, વિનુભાઈ ડાંગર, રઘુવીરસિંહ ઝાલા, રમેશભાઈ પટેલ, ધીરુભા જાડેજા, ભાવેશભાઈ મહેતા સહિત યુવાનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
નવરંગ નેચરલ કલબ
નવરંગ નેચરલ કલબ દ્વારા રાહત ભાવે સનાળા રોડ ઉમીયા સર્કલ પાસે સત્યેશ્ર્વર મહાદેવ મંદિર પાસે તા.૧૨/૫ ના રોજ સવારે ૮ થી ૧ દરેક જાતના ફુલ છોડના કલમી રોપા ૨૬ પ્રકારના ગુલાબ, મોગરો,, ચંપો દરેક જાતના બીયારણ, દેશી ઓસડીયા, હાથેથી ખાંડેલા પાવડર,સુધ્ધ ચોખ્ખું મધ, હરીપર જાનકી ઓઈલ મીલનુ ઘાણીથી પીલેલ કાળા-સફેદ તલનુ તેલ, ગાય આધારિત ફીનાઈલ, ગૌમુત્ર અર્ક, કાળી માટીના રસોઈના વાસણો, હાથેથી બનાવેલ તાવડી, પાટીયા જાળના કુંડા, ટકાઉ મજબૂત દોરીથી ગુથેલ ચકલીના માળા રાહત ભાવે મળસે તેમ પ્રમુખ વી.ડી.બાલા તેમજ લવજીભાઈ પ્રજાપતિએ યાદીમાં જણાવેલ છે.

