મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજાના રિપેરિંગ કામ માટે નદીમાં પાણી છોડાશે: ૩૪ ગામને એલર્ટ કરાયા


SHARE

















મોરબીના મચ્છુ-૨ ડેમના દરવાજાના રિપેરિંગ કામ માટે નદીમાં પાણી છોડાશે: ૩૪ ગામને એલર્ટ કરાયા

મોરબી અને માળીયા તાલુકાનાં લોકો માટે આશીર્વાદ સમાન મચ્છુ-૨ ડેમને રીપેરીંગ અર્થે ખાલી કરવાનો છે જેથી કરીને હાલમાં નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે જાહેર ચેતવણી આપવામાં આવેલ છે અને મોરબી અને માળીયા તાલુકાનાં ૩૪ ગામોને એલર્ટ કરવામાં આવેલ છે

મોરબી જિલ્લાના મોરબી તાલુકાના જોધપર (નદી) ગામ પાસે આવેલ મચ્છુ-૨ ડેમ આવેલ છે તેના દરવાજાનું રીપેરીંગ કરવાનું છે જેથી કરીને આગામી તા ૧૨/૫ થી ૧૫/૫ સુધી  મચ્છુ-૨ ડેમ ક્રેસ્ટ લેવલ સુધી ખાલી કરવામાં આવશે જેથી મચ્છુ-૨ ડેમ અને મચ્છુ-૩ ડેમની હેઠવાસમા આવતા મોરબી અને માળીયા(મી.) તાલુકાના નિચે મુજબના ગામોના લોકોને નદિના પટવિસ્તારમા ન જવા માટે ચેતવણી આપવામાં આવે છે અને મોરબી શહેરમા મયુર બ્રીજ પાસેના બેઠા પુલ પાસે નદીના પટમાંથી ઝૂપડામાં રહેતા લોકોને ખસેડવા માટે સૂચના આપવામાં આવેલ છે અને નીચવાસના ગામમા આવતા તમામ કોઝવે પરથી અવરજવર ન કરવા માટે પણ ચેતવણી આપવામા આવે છે. હાલમાં મોરબી તાલુકના જોધપર, લીલાપર, ભડીયાદ, ટીંબડી, ધરમપુર, રવાપર, અમરેલી, વનાળિયા, ગોર ખીજડીયા, માનસર, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર, ગુંગણ, નારણકા, બહાદુરગઢ, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, સોખડા, અમરનગર, મોરબી, રવાપર નદિ અને  વજેપર તેમજ માળીયા તાલુકાના વીરવદરકા, દેરાળા, નવાગામ, મેધપર, હરીપર, મહેન્‍દ્રગઢ, ફતેપર, સોનગઢ, માળિંયા (મી), રાસંગપર અને ફાટસર ગામને એલર્ટ કરવામાં આવેલ છે




Latest News