મોરબીના ઊંચી માંડલ પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE









મોરબીના ઊંચી માંડલ પાસે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે એન્ટિક કંપનીના સ્ટાફ ક્વાર્ટરમાં રહેતો અને મજૂરી કામ કરતો ધર્મેન્દ્રભાઈ રામશીભાઈ યાદવ (૩૮) નામનો યુવાન ઊંચી માંડલ ગામ પાસે કારખાના નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વસીયાણી ચલાવી રહ્યા છે
દારૂની બોટલ સાથે પકડાયો
મોરબીના અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર આવેલ આસ્વાદ પાન પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસને ૩૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તથા બાઈક નંબર જીજે ૩૬ એએચ ૦૦૧૫ કબજે કરેલ છે અને આરોપી રફીકભાઈ નુરમામદભાઈ જામ જાતે મિયાણા (૩૨) રહે. જોન્સનગર શેરી નં-૮ મોરબી વાળાની ધરપકડ કરેલ છે તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
