મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વ ઉજવણી કરાઇ


SHARE

















મોરબીમાં આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વ ઉજવણી કરાઇ

મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ તથા આદ્યજગત ગુરૂ શંકરાચાર્ય દશનામ ગોસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીય મોરબી જિલ્લા દ્વારા આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વ ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મુખ્ય યજમાન મંદિરના લઘુ મહંત નિલેશગીરી દ્વારા સવારે ૯ થી ૧૧ રાજોપ્રચાર પૂજન તથા અભિષેક ત્યારબાદ સમૂહ મહા આરતી ત્યારબાદ ધર્મસભા યોજાઇ હતી.

જેમાં આધ્યા જગતગુરુ શ્રી શંકરાચાર્ય દશનામ ગૌસ્વામી સમાજ સેવા સમિતિ રાષ્ટ્રીયના પ્રદેશ સહ સચિવ અને મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજના પ્રમુખ મહંત ગુલાબગીરી ધર્મસભામાં આશિર્વચન પાઠવતા જણાવેલ કે, ધર્મ રક્ષિત રક્ષિતમ આપણે ધર્મનું રક્ષણ કરીશું તો ધર્મ આપણું રક્ષણ કરશે.ખાસ જણાવેલ કે આવનાર દિવસોમાં ગોસ્વામી સમાજ એક મુહિમ ચલાવે જેમાં જળ એ જ જીવન છે.તો આપણે બધા સૌ પાણી બચાવીએ અને વૃક્ષો વાવીએ.ત્યારબાદ બધાએ સમૂહમાં પ્રસાદ લીધેલ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત ગોસ્વામી સમાજના પૂર્વ પ્રમુખ દેવગીરી બાપુ તથા ગોસ્વામી સમાજના પ્રમુખ હંસગીરીબાપુ તેમજ કારોબારી સદસ્ય કમલેશગીરી મહિપતપુરી તેમજ તાલુકા કક્ષાના મહેશગીરી તેમજ મોટી સંખ્યામાં ગોસ્વામી સમાજ અને સેવક સમુદાય હાજર રહ્યો હતો.




Latest News