મોરબીમાં આદ્ય જગતગુરુ શ્રી શંકરાચાર્ય જન્મ મહોત્સવની ધામધૂમપૂર્વ ઉજવણી કરાઇ
મોરબીના મચ્છુ-૨ ડેમમાંથી ૨૪ કલાકમાં ૧૭૫ એમસીએફટી પાણી નદીમાં વહી ગયુ !
SHARE
મચ્છુ-૨ ડેમમાંથી ૨૪ કલાકમાં ૧૮૦ એમસીએફટી પાણી નદીમાં વહી ગયુ
મોરબી નજીકના મચ્છુ-૨ ડેમના ૩૮ દરવાજા પૈકીના પાંચ દરવાજાઓને બદલવાના છે જેથી કરીને ડેમમાં હાલમાં જે પાણીનો જળ જથ્થો ભર્યો છે તે નદીમાં છોડીને ડેમને ખાલી કરવા માટેની કામગીરી રવિવારથી શરૂ કરવામાં આવી છે અને આગામી દોઢ મહિનામાં આ ડેમના પાંચ દરવાજા બદલવાના છે પરંતુ વરસાદની આગાહી અને ચોમાસાના આગમન વચ્ચે આ કામ સો ટકા પૂરું થશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે અને ડેમના દરવાજા બદલાવવામાં કામ માટે મોરબી અને માળીયા તાલુકાને ૭૦ દિવસ સુધી પીવાનું પાણી સપ્લાઈ કરી શકાય તેટલું પણ નદીમાં છોડી દેવામાં આવતા દરિયામાં વહી ગયુ છે
મોરબી અને માળિયા તાલુકા માટે મચ્છુ બે ડેમ આશીર્વાદ સમાન છે અને આ ડેમમાંથી બંને તાલુકાના પીવા અને સિંચાઈ માટેનું પાણી મળતું હોય છે આ વખતે પણ આગામી ચોમાસા સુધી મોરબીના લોકોને પીવાના પાણી માટેની કોઈ ચિંતા નથી જોકે મચ્છુ બેડેમના ૩૮ પૈકીના પાંચ દરવાજા જોખમી બન્યા હોવાથી તેને બદલાવા માટેની કામગીરી હાથ ઉપર લેવામાં આવી છે અને આગામી દોઢ મહિનાની અંદર આ પાંચ દરવાજા બદલવા માટેની કામગીરી અમદાવાદના કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવી છે તેવું મચ્છુ-૨ ડેમના સેક્શન ઓફિસર વી.કે. પટેલ પાસેથી જાણવા મળેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ હતું કે, મચ્છુ-૨ ડેમમાં ૩૧૦૪ એમસીએફટી પાણીનો જળ જથ્થો સંગ્રહીત થાય છે જોકે હાલમાં આ ડેમની અંદર ૯૮૯ એમસીએફટી પાણીનો જળ જથ્થો ભરેલો છે તેમાંથી ડેમના દરવાજાના રીપેરીંગ કામ માટે થઈને ૭૩૦ એમસીએફટી કરતાં વધુ પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડી દેવામાં આવશે.
વધુમાં અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબી અને માળીયા તાલુકામાં દરરોજ પીવાના પાણી માટે ડેમમાંથી ૧૦ એમસીએફટી પાણીનો જથ્થો ઉપડવામાં આવે તે તે હિસાબે જોવા જઈએ તો આ બંને તાલુકાને આગામી ૭૦ દિવસ કરતાં વધુ સમય સુધી પીવાનું પાણી પૂરું પડી શકાય તેટલો પાણીનો જથ્થો મોરબીના આ મહાકાય મચ્છુ-૨ ડેમમાંથી મચ્છુ નદીમાં છોડી દેવામાં આવશે જો આ પાણીને મચ્છુની કેનાલ મારફતે વહેલાથી ધીમેધીમે છોડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોત હાલમાં જે પાણી દરિયામાં વહી જવાનું છે તે પાણીથી મોરબી તાલુકાનાં જેટલા શકાય તેટલા ગામોના તળાવ ભરવા માટે ઉયપગી બન્યું હોત તેમાં શંકાને કોઈ સ્થાન નથી જો કે, મોરબીની મચ્છુ નદીમાં મચ્છુ-૨ ડેમમાંથી પાણીનો જળ જથ્થો રવિવારે સવારે ૧૧ વાગ્યેથી બે દરવાજા ખોલીને છોડવામાં આવી રહ્યો છે અને ત્યાર બાદ વધુ ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા હતા અને હાલમાં પણ પાંચ દરવાજા ખુલ્લા રાખીને પાણીનો જળ જથ્થો નદીમાં છોડવામાં આવે છે અને છેલ્લી ૨૦ કલાકમાં ૧૪૮ એમસીએફટી પાણી નદીમાં છોડી દેવાયુ છે પરંતુ દોઢ મહિનાના સમયગાળા દરમિયાન જો ચોમાસુ સક્રિય થઈ જશે તો મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાની કામગીરી સો ટકા પૂર્ણ થશે કે કેમ તે હાલમાં કહેવું મુશ્કેલ છે.