વાંકાનેર નજીક બોગસ ટોલનાકા બંધ કરાવવાનો ખાર રાખીને કર્મચારીને માર માર્યો : રિવોલ્વર કે અકસ્માત કરીને જાનથી મારી નાખવાની ધમકી ટંકારા તાલુકાની શ્રી નસીતપર જુથ સેવા સહકારી મંડળીના પ્રમુખ-ઉપપ્રમુખ બિનહરીફ મોરબી રાજકોટ હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઇજા પામેલ એક યુવાનનું મોત-એક સારવારમાં ટંકારના કડવા પાટીદાર સમાજ વાડી ખાતે ૯૨ મી સિદ્ધ સમાધી યોગ SSY શિબિર સંપન્ન મોરબીમાં આવેલા ગેમઝોનમાં કોઇની પાસે ફાયરની એનઓસી નથી: તમામ ગેમઝોન બંધ કરાવતું તંત્ર મોરબીના રામદેવનગરમાં રહેતા યુવાને ઘરમાં ન કરવાનું કરી નાખ્યું મોરબીમાં જુદાજુદા બે વિસ્તારમાં બે વ્યક્તિના કોઈપણ કારણોસર મોત મોરબીમાં વેપારી યુવાને દુકાનમાં અકળ કારણોસર અંતિમ પગલું ભર્યું : મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે મોપેડને ડમ્પર ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત: ગુનો નોંધાયો


SHARE

વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે મોપેડને ડમ્પર ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત: ગુનો નોંધાયો

વાંકાનેરના જીનપરા જકાતનાકા પાસેથી મોપેડ લઈને વૃદ્ધ પસાર થઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલાકે તેને હડફેટે લેતા તેઓને છાતી અને પડખાને ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં આવેલ શિવ પાર્ક ઝાંઝર સિનેમા પાસે રહેતા રાહુલભાઈ સુરેશભાઈ ધરોડિયા જાતે પ્રજાપતિ (૩૪) એ ડમ્પર નંબર જીજે ૩૬ એક્સ ૫૫૫૧ ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવી છે કે તેઓના પિતા મો પેડ લઈને પોતાના ઘરેથી ભાટિયા સોસાયટી તરફ જઈ રહ્યા હતા ત્યારે વાંકાનેર ના જીનપરા જકાતનાકા પાસે નેશનલ હાઈવે રોડ ઉપર તેઓના મોપેડ ને ડમ્પરના ચાલકે હડફેટે લેતા ફરિયાદીના પિતાને છાતી અને પડખાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવારમાં લઇ ગયા હતા અને ત્યા તેનું મોત નીપજ્યું હતુ જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

રાજસ્થાની યુવાનનું મોત

મોરબી જિલ્લાના માળિયા મીંયાણા તાલુકામાં આવેલા હરીપર ગામ નજીક દેવ સોલ્ટ નામના યુનિટમાં કામકાજ કરતા લોકેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ નામના ૩૧ વર્ષીય મૂળ રાજસ્થાની યુવાનને બીમારી સબબ બેભાન અવસ્થામાં મોરબીની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં તે ઢળી પડતા ડોક્ટરે જોઈ તપાસીને તેને મૃત જાહેર કર્યો હતો.બાદમાં તેના ડેડબોડીને પીએમ માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યું હતું. હોસ્પિટલ ખાતેથી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ પટેલ દ્વારા બનાવની નોંધ કરીને પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને આગળની તપાસ અર્થે માળિયા પોલીસમાં જાણ કરાઈ હતી.વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતક લોકેન્દ્રસિંહ ચૌહાણ મૂળ રાજસ્થાનનો વતની હતો અને મોરબીના માળિયા તાલુકાના હરીપર ગામે દેવ સોલ્ટ નામના યુનિટમાં કામકાજ કરતો હતો અને તેને બીમારીની સારવાર માટે મોરબી લાવવામાં આવતા અહીં તેનું મોત નિપજયુ હતું.સંભવ: હાર્ટ ફેઇલ થઈ જવાથી તેનું મોત થયું હોય તેવું હાલ પોલીસે અનુમાન કરીને આગળની રાબેતા મુજબની તપાસ શરૂ કરી છે.
Latest News