વાંકાનેરમાં જીનપરા જકાતનાકા પાસે મોપેડને ડમ્પર ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત: ગુનો નોંધાયો
મોરબીના પીપળી ગામ નજીક ટ્રક ટેલરના ચાલકે સાયકલને હડફેટે લેતા આધેડનું મોત: આરોપીની ધરપકડ
SHARE






મોરબીના પીપળી ગામ નજીક ટ્રક ટેલરના ચાલકે સાયકલને હડફેટે લેતા આધેડનું મોત: આરોપીની ધરપકડ
મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામથી આગળ શોભેશ્વર કાંટા સામેથી આધેડ સાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની સાઇકલને ટ્રક ટેલરના ચાલકે હડફેટે લીધી હતી.જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં તેઓને ગંભીર ઈજા થઈ હોવાથી તેમનું મોત નીપજ્યું હતું.વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયેલ હોય હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપીને પકડીને તેની સામે કાર્યવાહી કરેલ છે.
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પીપળી ગામે દરબારગઢ વિસ્તારમાં રહેતા શિવરાજસિંહ ઘોઘુભા ઝાલા જાતે દરબાર (૨૧) એ ટ્રક ટેલર નંબર આરજે ૫૧ જીએ ૦૯૧૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.જેમા તેઓએ જણાવ્યું છે કે તેઓના પિતા ઘોઘુભા ઝાલા સાયકલ લઈને તા.૮-૫ ના રોજ સાંજના સાતેક વાગ્યાના અરસામાં મોરબીના પીપળી રોડ ઉપર આવેલ શોભેશ્વર કાંટાની સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓની સાઇકલને ટ્રક ટેલર નંબર આરજે ૫૧ જીએ ૦૯૧૬ ના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીના પિતા ઘોઘુભા ઝાલાને માથાના કપાળના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થયેલી હોવાથી તેઓને સારવારમાં લઈ ગયા હતા.જોકે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે પોલીસ સ્ટેશનમાં જાણ ન કરીને ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપી ટ્રક ચાલક સત્યનારાયણ બેનાથ ગુર્જર જાતે ભરવાડ (૩૪) ધંધો ડ્રાઇવીંગ રહે.બાઝી તાલુકો કોટડી જી.ભીલવાડા રાજસ્થાનની તાલુકા પીએસઆઇ ડી.ડી.જોગેલા દ્રારા ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ફિનાઈલ પી લેતા સારવારમાં
મોરબીના વીસીપરામાં આવેલ કુલીનગર વિસ્તારમાં ફૂલછાબ કોલોની બરફના કારખાના પાસે રહેતા અલુભાઇ ડોસાભાઇ મનસુરી નામના ૨૧ વર્ષના યુવાને તેના ઘરે કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ પી લેતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો.હોસ્પિટલ ખાતેથી યાદી આવતા સીટી બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયાએ નોંધ કરીને આગળની તજવીજ શરૂ કરી હતી.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા વિસ્તાર આંબેડકર કોલોનીમાં ઘર નજીક થયેલ મારામારીના બનાવમાં ઈજાઓ થતા સંજય દીપકભાઈ સાગઠીયા (૩૧) અને લાભુબેન દીપકભાઈ સાગઠીયા (૫૭) ને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરવામાં આવેલી હોય બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદીયાએ મારામારીના બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરી છે.


