મોરબીના પીપળી ગામ નજીક ટ્રક ટેલરના ચાલકે સાયકલને હડફેટે લેતા આધેડનું મોત: આરોપીની ધરપકડ
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટો રમતા બે શખ્સની ધરપકડ
SHARE






મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટો રમતા બે શખ્સની ધરપકડ
મોરબીના વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં રહેણાંક મકાનમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા એક શખ્સ મળી આવ્યો હોય પોલીસે રોકડ તથા મોબાઇલ મળીને ૩૧,૪૧૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને બે સામે ગુનો નોંધાતા બંનેની ધરપકડ કરેલ છે.
જાણવા મળતી વિગત મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરામાં આવેલ ગુલાબનગરમાં રહેણાંક મકાનમાં આઇપીએલની ક્રિકેટ મેચનો સટ્ટો રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે રાયધનભાઈના રહેણાક મકાનમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર રનફેરનો મોબાઈલથી જુગાર રમતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને ૧૪૧૦ રૂપિયાની રોકડ તથા ૩૦,૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને ૩૧,૪૧૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કરીને રાયધન દાઉદભાઈ જામ જાતે મિંયાણા (૨૦) રહે.ગુલાબનગર વીસીપરા મોરબી અને રામજીભાઈ ઉર્ફે રમેશ ધનજીભાઈ કંઝારિયા (૩૨) રહે.વાવડી રોડ રાધાપાર્ક મોરબી સામે ગુનો નોંધીને બંનેની ધરપકડ કરવામાં આવેલ છે.
મારામારીમાં ઈજા થતા મહિલા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સોનલબેન મનસુખભાઈ ડઢૈયા નામની ૩૫ વર્ષની મહિલાને તેમના ઘરે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા પ્રફુલભાઈ પરમાર દ્વારા આ બનાવની નોંધ કરીને મારામારીના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસસુત્રોએ જણાવેલ છે.
બાઇક સ્લીપ થઈને ટ્રક સાથે અથડાતા યુવાન સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતો સલમાન નવાઝભાઈ શેખ નામનો ૩૦ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ગત તા.૧૦-૫ ના હળવદ રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ પાસે તેનું બાઇક સ્લીપ થઈ ગયુ હતુ અને બાદમાં સ્લીપ થઈને ટ્રક સાથે ટકરાયું હતું આ અકસ્માત બનાવમાં સલમાન શેખ નામના યુવાનને ઇજાગ્રત હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવની હોસ્પિટલ ખાતેથી જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.એમ.જાડેજા દ્વારા બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.


