મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ગુલાબનગરમાં આઇપીએલની ક્રિકેટ મેચ ઉપર સટો રમતા બે શખ્સની ધરપકડ
મોરબીના મચ્છુ -૨ ડેમના દરવાજા બંધ થતાં હજુ ૨૪ કલાક લાગશે: સલામતીના ભાગરૂપે બેઠોપુલ બંધ થતાં ટ્રાફિકની અંધાધૂંધી, વાહન ચાલકો ત્રાહિમામ
SHARE






મોરબીના મચ્છુ -૨ ડેમના દરવાજા બંધ થતાં હજુ ૨૪ કલાક લાગશે: સલામતીના ભાગરૂપે બેઠોપુલ બંધ થતાં ટ્રાફિકની અંધાધૂંધી, વાહન ચાલકો ત્રાહિમામ
મોરબીના મચ્છુ -૨ ડેમના પાંચ દરવાજા બદલવા માટે થઈને આ ડેમને ખાલી કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે અને રવિવારે સવારથી ડેમના દરવાજા ખોલીને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે આજે સવારના આઠ વાગ્યા સુધીમાં આ ડેમમાંથી ૫૦૧ એમસીએફટી પાણીનો જથ્થો નદીમાં છોડી દેવામાં આવ્યો છે જોકે હજુ પણ ૨૪ કલાક કરતા વધુ સમય સુધી ડેમના દરવાજા ખુલ્લા રાખવામાં આવે તેવી શક્યતા છે અને મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી નદીમાં બનાવવામાં આવેલ બેઠો પુલ સલામતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે જેના કારણે મોરબીના પાડાપુલ, મયુર પુલ, ગેસ્ટ હાઉસ રોડ, વીસી ફાટક, તખ્તસિંહજી રોડ સહિતના તમામ વિસ્તારોની અંદર ટ્રાફિકજામ થઈ જાય છે
મોરબી અને માળિયા તાલુકાના લોકો માટે આશીર્વાદ સમાન ડેમના ૩૮ દરવાજો પૈકીના પાંચ દરવાજા જોખમી બન્યા હોવાથી તેને બદલવા માટેની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે અને તેના ભાગરૂપે મચ્છુ-૨ ડેમની અંદર હાલમાં જે જળ જથ્થો છે તેમાંથી દરવાજા બદલવાનું કામ કરી શકાય તેટલો જળ જથ્થો નદીમાં જ છોડવા માટેનું કામ રવિવારે સવારે ૧૧:૦૦ વાગ્યાથી શરૂ કરવામાં આવ્યું છે અને સૌ પ્રથમ બે દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ ત્રણ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને કુલ પાંચ દરવાજાને બે ફૂટ સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા અને નદીમાં જળ જથ્થો છોડવામાં આવ્યો હતો.
જોકે મચ્છુ-૨ ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારબાદ મચ્છુ નદીના પટમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સલામતીના ભાગરૂપે ત્યાં રહેતા લોકોને ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા તેની સાથો સાથ મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ બેઠો પુલ બંધ કરવામાં આવેલ છે જેથી લોકોની અવરજવર માટે હાલમાં આખા મોરબીમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી કારણ કે લોકોની અવરજવર માટે મોરબીમાં મુખ્ય ત્રણ પુલ છે જેમાં પાડા પુલ, મયુર પુલ અને બેઠા પુલનો સમાવેશ થાય છે જે પૈકીનો બેઠો પુલ મચ્છુ નદીમાં પાણી છોડવામા આવ્યું છે જેથી બંધ કરવામાં આવ્યો હોવાના કારણે હાલમાં પાડા પુલ અને મયુર પુલ ઉપરથી લોકોની અવરજવર થઈ રહી છે અને તેના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોની અંદર ટ્રાફિકજામના થઈ જાય છે
મોરબી શહેરમાં ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા માટે થઈને ટ્રાફિક બ્રાન્ચ કાર્યરત હોવા છતાં પણ મોરબી શહેરની અંદર ટ્રાફિકની અંધાધૂંધી જોવા મળે છે ? તેમાં શંકાને કોઈ સ્થાન નથી હાલમાં માત્ર એક પુલ બંધ કરવામાં આવ્યો છે તેમ છતાં પણ મોરબીના પાડાપુલ, મયુર પુલ, વીસી ફાટક, ગેસ્ટ હાઉસ રોડ, સ્ટેશન રોડ, તખતસિંહજી રોડ સહિતના તમામ વિસ્તારોની અંદર સવારે અને સાંજના સમયે ટ્રાફિકજામ ની પરિસ્થિતિ સર્જાય છે અને કલાકો સુધી લોકોને હેરાન થવું પડે છે ત્યારે મચ્છુ બે ડેમમાંથી હાલમાં જે પાણી છોડવામાં આવે છે તે પાણી મચ્છુ નદીમાં બનાવવામાં આવેલ બેઠા પુલની નીચેના ભાગમાંથી જઈ રહ્યું છે ત્યારે લોકોને ટ્રાફિકની સમસ્યાની પીડામાંથી મુક્તિ અપાવવા માટે વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ દ્વારા સંકલન કરીને બેઠા પુલને શરૂ કરવામાં આવે તો લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે જોકે અધિકારીઓ દ્વારા આવો નિર્ણય કયારે લેવામાં આવશે તે પના પ્રશ્ન છે
વધુમાં સિંચાઈ વિભાગના અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આ ડેમમાંથી કુલ મળીને ૭૩૫ એમસીએફસી પાણીનો જથ્થો મચ્છુ નદીમાં છોડવાનો છે જે પૈકી રવિવારે સવારે ૧૧:૦૦ વાગ્યાથી બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને મંગળવારે સવારના ૮:૦૦ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન ૫૦૧ એમસીએફટી પાણીનો જથ્થો હાલમાં મચ્છુ નદીમાં છોડી દેવામાં આવ્યો છે અને હજુ લગભગ ૨૩૫ એમસીએફટી જેટલો જળ જથ્થો નદીમાં છોડવાનો છે અને તેના માટે થઈને લગભગ હજુ પણ ૨૪ કલાક જેટલો સમય લાગે તેવી શક્યતા છે જો બેઠોપુલ શરૂ કરવામાં ન આવે તો હજુ આવતીકાલે સાંજ સુધી મોરબીના લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી
તંત્ર આમાંથી કોઈ બોધ લેશે ?
મોરબીમાં માત્ર ત્રણ દિવસ મચ્છુ-૨ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે અને તેના માટે થઈને બેઠો પુલ બંધ કરવામાં આવ્યો છે જેથી કરીને ટ્રાફિકની અંધાધૂંધી શહેરમાં થઈ ગઈ છે ત્યારે આગામી ચાર મહિના ચોમાસામાં ગમે ત્યારે ગમે તેટલો વરસાદ પડે તેવી શક્યતા હોય છે આ બાબતને ધ્યાનમાં રાખીને જો ચોમાસા દરમિયાન પણ મોરબીનો બેઠો પુલ બંધ કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો મોરબી શહેરની અંદર ટ્રાફિકની અંધાધુંધી ન થાય, લોકો હેરાન ન થાય અને વ્યવસ્થિત રીતે લોકોની અવરજવર થઈ શકે તેના માટેની યોગ્ય વ્યવસ્થા માટે પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા વિચારવાની જરૂર છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશક્તિ નથી કારણ કે જો ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે મોરબીનો બેઠો પુલ બંધ થાય તો અવરજવર માટે માત્ર મયુર પુલ અને પાડાપુલનો જ ઉપયોગ કરી શકાય છે અને આ બે પુલ ઉપર ટ્રાફિકજામ હોય તો લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે જેથી કરીને આ પુલ ઉપર ટ્રાફિકજામ ન થાય અને લોકોને હેરાન ન થવું પડે તેના માટેનું આયોજન કરવાની તાતી જરૂર છે


