હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં બાઇક આડે વાછરડું ઉતરતા અકસ્માત: ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં


SHARE

















મોરબીમાં બાઇક આડે વાછરડું ઉતરતા અકસ્માત: ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં

મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી બાઇક લઈને વૃદ્ધ મહારાણા પ્રતાપ સર્કલ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકની આડે વાંછરડું ઉતરતા અકસ્માત થયો હતો અને બાઇક સ્લીપ થવાના કારણે વૃદ્ધ રસ્તા ઉપર નીચે પડતા તેને ઈજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલેજમાં રહેતા રમેશભાઈ મોહનભાઈ મેવાડા (૬૩) નામના વૃદ્ધ મહેન્દ્રનગર ચોકડીથી મહારાણા પ્રતાપ સર્કલ તરફ જવાના રસ્તા ઉપરથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકના આડે વાછરડું ઉતરતા અકસ્માત થયો હતો અને અકસ્માતે બાઇક સ્લીપ થવાના કારણે રમેશભાઈને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે

છરી વડે ઇજા

મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે રહેતા દીપક મથુરભાઈ પાલ (૨૨) નામના યુવાનને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ સીરામીક કારખાના નજીક છરી વડે ઘા મારીને ઇજા કરી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મનીષભાઈ બારૈયાને સોંપવામાં આવેલ છે જોકે, પોલીસ દ્વારા યુવાનનું નિવેદન લેવામાં આવે ત્યારે પહેલા તે મોરબી સિવિલ હોસ્પિટલેથી ચાલ્યો ગયો હોવાનું જાણવા મળેલ છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતો અર્જુન હીરાભાઈ કેડ (૨૦) નામનો યુવાન મોરબીમાં ડિમાર્ટ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે ત્યાં તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને યુવાનને ઈજા થયેલ હતી અને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવેલ છે

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર વાવડી ચોકડી નજીક આવેલ મઘરની વાડી ખાતે રહેતા કંકુબેન દિલીપભાઈ નકુમ (૩૭) નામના મહિલા રીક્ષામાં બેસીને નવલખી ફાટક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે રીક્ષા પલટી મારી જતા કંકુબેનને ઇજાઓ થઇ હતી જેથી તેને સારવારમાં માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસે જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.આર. સારદિયા દ્વારા કરવામાં આવેલ છે




Latest News