મોરબીમાં બાઇક આડે વાછરડું ઉતરતા અકસ્માત: ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં
તમે અને ધારાસભ્ય-સાંસદસભ્ય તમારી તૈયારીમાં રહેજો: મોરબીમાં વ્યાજખોરોની સામે ફરિયાદ કરનાર યુવાનના પિતરાઇ ભાઈને ધમકી
SHARE









તમે અને ધારાસભ્ય-સાંસદસભ્ય તમારી તૈયારીમાં રહેજો: મોરબીમાં વ્યાજખોરોની સામે ફરિયાદ કરનાર યુવાનના પિતરાઇ ભાઈને ધમકી
મોરબીમાં રહેતા વેપારી યુવાને અગાઉ પાલિકાના પૂર્વ પ્રમુખ અને તેના દીકરા સહિત ચાર શખ્સોની પઠાણી વ્યાજ વસૂલ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવેલ હતી.જેનો ખાર રાખીને તે યુવાનના ભાઈજીના દીકરા ભાઈને મોબાઈલ ફોન ઉપર ફોન કરીને “મારા નામ સુધી સીમીત હતુ મારૂ નામ લખાવ્યુ હોત તો વાંધો ન હતો, પરંતુ મારા પપ્પાનું નામ આવ્યુ છે તો તમે તમારી તૈયારીમાં રહેજો.તમને જે ધારાસભ્ય-સંસદ સભ્ય જેને ફરિયાદ કરવાનું કીધુ હોય તેને તમે ફોન કરીને કહેજો તમે પણ તમારી તૈયારીમાં રહેજો” તેવી ગર્ભિત ધમકી આપેલ છે.જેથી કરીને હાલમાં આ મામલે વધુ એક ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા અને જમીન મકાન લે-વેચનો ધંધો કરતાં વેપારી યુવાન ભાવિનભાઈ ભાઈચંદભાઈ ખંધડીયા જાતે લોહાણા (૪૫) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ખાતે અમીત દેવાભાઈ અવાડીયા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેઓઅ જણાવ્યુ છે કે, ગત તા.૯-૫-૨૪ ના રોજ તેમના કાકાના દિકરા મીહીર પ્રવિણચંદ્ર ખંધડીયાએ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે અમીત દેવાભાઈ અવાડીયા, દેવાભાઈ અવાડીયા, દેવાભાઈ ભગવાનજીભાઈ રબારી અને નયન ઉર્ફે નાનુભાઈ રબારી સામે આઇપીસી કલમ ૩૮૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા મની લેન્ડર્સ એકટ ૨૦૧૧ ની કલમ ૪૦, ૪૨ મુજબ ફરિયાદ નોંધાવેલ હતી.જેનો ખાર રાખીને અમીતભાઈ દેવાભાઈ અવાડીયા રહે.ધર્મસૃષ્ટી સોસાયટી બાયપાસ રોડ મોરબી વાળાએ તેના મોબાઈલ નં. ૮૪૨૦૦ ૧૧૧૧૧ ઉપરથી ફરિયાદીના મોબાઈલ ઉપર ગત તા.૯-૫-૨૦૨૪ ના રાત્રે ૨૧:૩૦ કલાકે ફોન કર્યો હતો અને ત્યારે ફરિયાદી યુવાન તેના કાકા પ્રવિણભાઈ તેમજ તેના સબંધી યશભાઈ વિજયભાઈ માણેક સાથે પોતાની ઓફિસે બેઠેલ હતા.
ત્યારે અમીતભાઈ અવાડીયાએ ફરિયાદીને ફોનમાં કહેલ કે “બહુ ખોટી વસ્તુ કરેલ છે ભાવીનભાઈ મારા નામ સુધી સીમીત હતુ મારુ નામ લખાવ્યુ હોત તો વાંધો ન હતો પરંતુ મારા પપ્પાનું નામ આવ્યુ છે તો તમે તમારી તૈયારીમાં રહેજો તમને જે ધારાસભ્ય-સંસદ સભ્ય જેને ફરિયાદ કરવાનું કીધુ હોય તેને તમે ફોન કરીને કહેજો તમે પણ તમારી તૈયારીમાં રહેજો અને તમને પણ કહુ છું તમે પણ તમારી તૈયારીમાં રહેજો." આપણી બાજી લેવાની ફુલ તૈયારી છે ફુલ હાથ મરમરે છે તમારે રેકોડીંગ જેને આપવું તેને આપજો તમારે આજીવન ભોગવવુ પડશે” ત્યારે ફરિયાદીએ કહ્યું હતુ કે “શું તમે અમને બધાને મારી નાંખશો ?”
ત્યારે અમિતભાઈએ કહ્યું હતું કે, “મારી નાંખવા નહીં પણ તમે જ્યારે ભેગા થશો ત્યારે ખબર પડશે. તમે મારું અપમાન કરેલ હતુ અને મારે પૈસા લેવાના હોય તો મારો બાપ પણ આવે અને જો મીહીરને મારી પાસેથી પૈસા લેવાના હોય તો તમે મારી માથે ચડી જાત અને હું હજુ પણ કહુ છું કે, તમને જે ધારાસભ્યએ કહેલ હતુ તેની પાસે જવુ હોય તો જજો અને તમારે જે કરવું હોય તે કરી લેજો પણ તમે જે અમારી વિરૂધ્ધ ફરિયાદ કરેલ છે તે માટે તમારે આજીવન ભોગવવુ પડશે" તેવી ધમકી આપેલ હતી અને મારી વિરૂધ્ધ બીજી ફરિયાદ કરવી હોય તો પણ કરી નાંખજો અને તમારાથી જે થાય તે કરી લેજો” જેથી અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને ફોન ઉપર ધમકી આપનાર અમિતભાઈ દેવાભાઈ અવાડીયા સામે વેપારી યુવાને ફરિયાદ નોંધાવેલ છે અને તેની જે તે સમયની વાતચીતનું રેકોડીંગ પણ ફરિયાદીએ પુરાવા તરીકે પોલીસને આપેલ છે.આ કેસની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ પી.બી.ઝાલા ચલાવી રહ્યા છે.
