અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પુર્વ સીએમ સહીત તમામ મૃતકોને સાંસદ, પુર્વ મંત્રી તેમજ યંગ ઇન્ડિયા ગૃપ દ્રારા શ્રધ્ધાંજલી મોરબી મનપાએ બાકી વેરા માટે 11 મિકલત સીલ કરતાં 7 આસામી તાત્કાલિક વેરો ભરી ગયા મોરબીના મહેન્દ્રનગર પાસેથી અર્ટીકા કારમાંથી દારૂ-બીયરની ૫૮ બોટલો સાથે બુટલેગર પકડાયો મોરબી આરટીઓ દ્વારા ડીટેઈન કરાયેલા વાહનોની હરાજી માટે તૈયારી મોરબીના ઘુંટુ રોડ ઉપર દારૂની ૯૯ બોટલ ભરેલી કાર સાથે બે ને પકડી પાડતી તાલુકા પોલીસ વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૭ થી ૧૯ જૂન સુધી પ્રવેશબંધી ગુજરાતમાં પ્રથમ ચુકાદો: મોરબીમાં થયેલ ત્રિપલ મર્ડરના કેસમાં તમામ 11 આરોપીઓને આજીવન કેદ મોરબીમાં થેલેસેમિયાના દર્દીઓ માટે મદદરૂપ થવા યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૧૩૪ બોટલ રક્ત એકત્રિત થયું
Breaking news
Morbi Today

ટંકારા પાસેથી દારૂની નાની-મોટી ૪૭૮ બોટલ ભરેલ ગાડી સાથે જામનગરના એક શખ્સની ધરપકડ


SHARE

















ટંકારા પાસેથી દારૂની નાની-મોટી ૪૭૮ બોટલ ભરેલ ગાડી સાથે જામનગરના એક શખ્સની ધરપકડ

મોરબીથી ટંકારા તરફ જતી સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો હોવા અંગેની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસની ટીમ ટંકારાની ખીજડીયા ચોકડી પાસે વોચમાં હતી દરમિયાન મળેલ બાતમી મુજબની ગાડી નીકળતા તેને રોકવામાં આવી હતી અને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની મોટી ૪૭૮ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ તથા કાર સહિત કુલ મળીને ૩.૬૭ લાખના મુદ્દામાલને કબજે કરી આરોપીની ધરપકડ કરેલ છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળી કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબી બાજુથી દારૂનો જથ્થો ભરેલ સ્વિફ્ટ ગાડી ટંકારા બાજુ આવી રહી છે તેવી હકીકત રમેશભાઈ રબારી અને બીપીનકુમાર શેરસીયાને મળી હતી જેના આધારે ટંકારાની ખીજડીયા ચોકડી પાસે પોલીસની ટીમ વોચમાં હતી દરમિયાન સ્વિફ્ટ ગાડી નંબર જીજે ૧૦ બીજી ૯૬૮૧ પસાર થઈ રહી હતી જેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે આ ગાડીમાંથી દારૂની મોટી ૯૬ તેમજ નાની ૩૮૨ આમ કુલ મળીને ૪૭૮ દારૂની બોટલો મળી આવી હતી જેથી કરીને ૬૭૦૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો તથા ત્રણ લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને ૩.૬૭ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને આરોપી ઇનાયતભાઈ ઈબ્રાહીમભાઈ મસિયા જાતે પીંજારા (૨૪) રહે. રણજીતસાગર રોડ નંદનવન સોસાયટી શેરી નં-૧ પીંજારાવાસ જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેની સામે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ કામગીરી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ.જે. ધાધલ સાહિદભાઈ સીદીકી, મહેશકુમાર ઇસરાણી, બીપીનકુમાર શેરસીયા, રમેશભાઈ રબારી, સોયબઅહમદ અજમાત્રા સહિતની ટીમ દ્વારા કરવામાં આવી હતી અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે તેની ગાડીમાં ક્યાંથી ભરીને નીકળ્યો હતો અને કોને આપવા માટે જવાનો હતો તે દિશામાં પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે






Latest News