વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પત્રકારે જન્મદિવસ ઉજવ્યો મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને લગતી મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચીખલી ગામે ખુરશી રાખવાની ના પડતા કુહાડી, ધારિયા અને તલવાર વડે સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ


SHARE

માળીયા (મી)ના ચીખલી ગામે ખુરશી રાખવાની ના પડતા કુહાડીધારિયા અને તલવાર વડે સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામે લગ્ન પ્રસંગ હતો ત્યાર મહિલાઓ હતી તે જગ્યાએ ખુરશી રાખીને બેસવાની ના પડી હતી જે બાબતનો ખાર રાખીને મારામારીનો બનાવ બન્યો હતો જેમાં છરી અને કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને બંને પક્ષેથી ઇજા પામેલા લોકોને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાર બાદ બંને પક્ષેથી માળીયા તાલુકા પોલીસ સ્ટેશને સામસામી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના ચીખલી ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નુરાલીભાઇ હાસમભાઇ જામ જાતે મીયાણા (૫૧)એ હાલમાં અલીમહમંદ અનવર માલાણી, ઇલીયાસ હાજીભાઇ માલાણી, ઇબ્રાહીમ કાદર માલાણી, અનવર હાજી માલાણી, ઇરફાન અકબર માલાણી, મેહબુબ ઇબ્રાહીમ માલાણી અને અકબર કાદર માલાણી રહે. બધા નવા પ્લોટમાં ચીખલી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, સાહેદ શબ્બીરભાઇએ બે દીવસ પહેલા આરોપીઓને લગ્ન પ્રસંગમાં રસ્તા પર ખુરશી રાખવાની ના પાડેલ હતી જે બાબતેનો ખાર રાખી આરોપીઓએ એક સંપ કરી મંડળી રચી ધારીયાકુહાડીછરીધોકા જેવા હથિયારો લઈને ફરીયાદી તથા સાહેદોના જામ ફળીયામાં આવ્યા હતા અને ત્યાં જઇને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પોતાના હાથમાં રહેલ હથીયારો વડે ફરીયાદીને માથામાં ઇજા પહોચાડી તેમજ સાહેદ નાજીરભાઇ જામ તથા જુશબભાઇને તીક્ષણ હથિયારના ઘા માથા અને શરીરે માર્યા હતા અને ગંભીર ઇજાઓ પહોચાડી જેથી તેને સારવારમાં લઈ ગયા હતા હાલમાં આધેડે નોંધવાલે ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોઈઓને પકડવા તજવીજ શરૂ કરી છે

તો સામા પક્ષેથી મહેબુબભાઇ ઇબ્રાહીમભાઇ માલાણી જાતે મીયાણા (૨૫)એ હાલમાં શબીર રહેમાનભાઇ જામ, નાજીર રહેમાનભાઇ જામ, રહેમાનભાઇ હાસમભાઇ જામ, નુરાલીભાઇ હાસમભાઇ જામ અને જુસબભાઇ હાસમભાઇ જામ રહે. બધા ચીખલી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી શબ્બીરએ સાહેદ અલીમહમદભાઇ અનવરભાઇને બે દીવસ પહેલા લગ્ન પ્રસંગમાં ખુરશી પર બેઠા હતાં ત્યારે તમે અહી કેમ બેઠા છો તેમ કહી બાલાચાલી કરેલ હતી જે બાબતનો ખાર રાખી શબીર, નાજીર અને રહેમાનભાઈએ તલવારધોકા જેવા હથિયારો લઈને આવીને ફરીયાદી તથા સાહેદોને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને શબીરે પોતાની પાસે રહેલ તલવાર વડે ફરીયાદીને માથામાં ઇજા કરી હતી તેમજ નુરાલીભાઇ અને જુસબભાઇએ પાછળથી હાથમાં ધોકા લઈ આવીને સાહેદોને ધોકા વડે માર માર્યો હતો હાલમાં માળીયા પોલીસે મારા મારીના આ બનાવમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ લઈને ગુના નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
Latest News