મોરબીમાં ધંધામાં ગયેલ ખોટને સરભર કરવા કેમિકલ ચોરીનો શોર્ટકટ અપનાવ્યો !: ચારેય આરોપી જેલ હવાલે મોરબીના લોકોને સારી પ્રાથમિક સુવિધા મળતી ન હોવાથી લોકોને વેરો માફ કરવાની કલેક્ટરને રજૂઆત વાંકાનેરના પીપળીયારાજ પીએસસીના જુદાજુદા ગામમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં મોરબીના લાયસન્સનગરના મેઇન રોડ પર ખુલ્લી ગટરમાં બે સીએનજી રિક્ષા ખાબકી ! મોરબીમાં લાયન્સ કલબ દ્વારા ત્રીજું વિનામૂલ્યે ડાયાબિટીસ, બીપી ચેકઅપ કેન્દ્ર લોકાર્પણ કરાયું હળવદમાં આવેલ માર્કેટ યાર્ડ ખાતે લોન મેળો યોજાયો મોરબીના સનાળા ગામ પાસેથી સેમી ઓટોમેટીક પીસ્તોલ સાથે એકની ધરપકડ: હથિયાર-કાર સહિત 5.10 લાખનો મુદ્દામાલ કબજે મોરબી લાતી પ્લોટના રોડ રસ્તા, ગટર, વરસાદી પાણીના પ્રશ્નો ઉકેલવા વાજતે ગાજતે પાલિકા સુધી આમ આદમી પાર્ટીની રેલી યોજાઇ
Breaking news
Morbi Today

હળવદના ભવાનીનગર વિસ્તારમાં વાડામાંથી દારૂની નાની ૬૫ બોટલ મળી: આરોપીની શોધખોળ


SHARE







હળવદના ભવાનીનગર વિસ્તારમાં વાડામાંથી દારૂની નાની ૬૫ બોટલ મળી: આરોપીની શોધખોળ

હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા શખ્સના કબજા ભોગવટા વાળા વાડાની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ૬૫ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૬૫૦૦ ની કિંમતનો દારૂ જથ્થો કબજે કર્યો હતો જોકે રેડ કરવામાં આવી ત્યારે આરોપી હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં રહેતા કિસન ઉર્ફે કાળીયો ના કબજા ભોગવટા વાળા વાડાની અંદર દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની ૬૫ બોટલો મળી આવતા પોલીસે ૬૫૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી કિસન ઉર્ફે કાળીયો પ્રવીણભાઈ બાબરીયા રહે. ભવાનીનગર ઢોરો હળવદ વાળાની સામે ગુનો નોધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

હળવદ તાલુકાના ઇંગોરાળા ગામે સીમ વિસ્તારમાં તળાવની પાછળ વોકડામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૬૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૧૨૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ માલ ગોવિંદભાઈ રામજીભાઈ બજાણીયા જાતે કોળી રહે. વિનોબા ગ્રાઉન્ડ પાસે હળવદ વાળાનો હોવાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News