મોરબી નજીક છરીની અણીએ કરવામાં આવેલ લૂંટના ગુનામાં પકડાયેલ બે આરોપીઓના જામીન મંજૂર મોરબીમાં પરિણીતાને મરવા મજબુર કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર માળીયા (મી)ના પીઆઇ આર.સી.ગોહિલનું તલવાર આપીને કરવામાં આવ્યું સન્માન મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને ફાયર સેફટીની માહિતી-માર્ગદર્શન અપાયું માળીયા (મી)ના બગસરા ગામે ઘટતી પ્રાથમિક સુવિધાઓ માટે જિલ્લા પંચાયતના પ્રમુખને આવેદનપત્ર પાઠવ્યું મોરબીમાં સરવડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને નારી સંમેલન યોજાયું મોરબી જીલ્લામાં આવતી નર્મદાની કેનાલમાં શનિવારથી પાણી છોડવાનું બંધ: ખેડૂતોને કેનાલ આધારે વાવેતર ન કરવા અપીલ મોરબીની પી.એમ. શ્રી તાલુકા શાળાના રિનોવેશન બાદ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ કર્યું ઉદઘાટન
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ધુણતા ભૂવાનું હાર્ટ એટેકથી મોત


SHARE











મોરબીના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ધુણતા ભૂવાનું હાર્ટ એટેકથી મોત

વર્તમાન સમયમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે તેવામાં મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે ધાર્મિક કાર્યક્રમમાં ભુવા ધુણતા હતા દરમિયાન તેને હાર્ટ એટેક આવતા મોરબીની ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે

છેલ્લા ઘણા સમયથી યુવાનો, વૃદ્ધો સહિતનાઓમાં હાર્ટ એટેકના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને ગમે ત્યારે, ગમે તેને, ગમે તે જગ્યાએ હાર્ટ એટેક આવવાથી તેનું મોત નીપજે તેવી ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં મોરબી તાલુકાના વાઘપર પીલુડી ગામે રહેતા માતાજીના ભુવા પીઠાભાઈ રવાભાઈ મકવાણા (૭૩) ધાર્મિક કાર્યક્રમની અંદર વાઘપર પીલુડી ગામે ધૂણતા હતા દરમિયાન તેઓને હાર્ટ એટેક આવતા તાત્કાલિક તેને સારવાર માટે મોરબીના સામાકાંટા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજયું હતું જેથી કરીને હાર્ટ એટેકના કારણે વૃદ્ધનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું વધુમાં મૃતકના પરિવારજન પાસેથી જાણવા મળતી માહિતી મુજબ નરસી ભગવાનના પાઠનું આયોજન વાઘપર પીલુડી ગામે આવેલ નરસી ભગવાનના મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં માતાજીના ભુવા પીઠાભાઈ રવાભાઈ મકવાણા ધૂણતા હતા અને ધાર્મિક કાર્યક્રમ ચાલુ હતો ત્યારે જ તેઓને હાર્ટ અટેક આવતા તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા જોકે હાર્ટ એટેકના તીવ્ર હુમલાના કારણે તેમનું મોત નીપજયું હતું








Latest News