હળવદના ભવાનીનગર વિસ્તારમાં વાડામાંથી દારૂની નાની ૬૫ બોટલ મળી: આરોપીની શોધખોળ
માળીયા (મિં.) નજીક મીઠાના કારખાનામાં કામ કરતાં યુવાનને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર દરમ્યાન મોત
SHARE
માળીયા (મિં.) નજીક મીઠાના કારખાનામાં કામ કરતાં યુવાનને છાતીમાં દુખાવો ઉપડતાં સારવાર દરમ્યાન મોત
માળીયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ મીઠાના કારખાનામાં રહેતા અને ત્યાં કામ કરતા યુવાનને કમરનો દુખાવો થતાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા ત્યારે તેને તેને છાતીમાં દુખાવો ઉપાડતા સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ દેવ સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કારખાનામાં રહેતા અને ત્યાં કામ કરતાં લોકેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ જાતે રાજપૂત (૩૧) નામના યુવાનને કમરનો દુખાવો થતાં તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને સારવાર દરમિયાન જ તે યુવાનનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની રમઝાનભાઈ આમદભાઈ જેડા જાતે મિયાણા (૪૧) રહે. જખરીયા પાટી માળિયા મીયાણા વાળાએ માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
એક બોટલ દારૂ
વાંકાનેર બાઉન્ડ્રી ઠીકરીયાળી ગામના બોર્ડ પાસેથી પસાર થઈ રહેલા એક શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તે શખ્સ પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૩૦૦ ની કિંમતની દારૂની બોટલ સાથે રોહિતભાઈ જાદવભાઈ ચૌહાણ જાતે કોળી રહે ઠીકરીયાળી તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે