મોરબીમાં બિલીવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ-સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો મોરબીના પીપળી-વાંકાનેરના જામસર ગામ વૃક્ષરોપણ કરવામાં આવ્યું પંજાબની કંપની ઓર્ડર મુજબનું બોઈલર ન મોકલાવતા ટંકારાના વ્યક્તિને વ્યાજ-ખર્ચ સહિત રકમ ગ્રાહક કોર્ટેનો ચૂકવવા આદેશ મોરબી જિલ્લા પંચાયત દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો મોરબીમાં યોજાયેલ આયુર્વેદિક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પનો 129 લોકોએ લાભ લીધો મોરબીમાં રાષ્ટ્રીય પેપર બેગ દિવસ અનુસંધાને સ્પર્ધા યોજાઇ મોરબીના આલાપ રોડ ઉપર ઉભરાતી ગટરની સમસ્યા ઉકેલવા તંત્રને ૨૪ કલાકનો અલ્ટીમેટમ, પછી પાલિકાના વહીવટદારની ચેમ્બરમાં રામધૂન મોરબી સહિત ગુજરાતની ખાનગી શાળા અને મેડિકલ કોલેજોમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ સાથે આપની પદયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે અકસ્માત કરીને દોઢ વર્ષના બાળકનું મોત નિપજાવનાર બોલેરો ચાલક ફરાર


SHARE

મોરબીના નાની વાવડી ગામે અકસ્માત કરીને દોઢ વર્ષના બાળકનું મોત નિપજાવનાર બોલેરો ચાલક ફરાર

મોરબીના નાની વાવડી ગામે બાઇકને હડફેટે લઈને દોઢ વર્ષના બાળકનું મોત નિપજાવનારા બોલેરો ગાડીનો ચાલક તેનું વાહન છોડીને નાસી ગયેલ છે અને આ વાહન ચાલકની સામે હાલમાં મૃતક બાળકના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેથી કરીને પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના નાની વાવડી ગામે રહેતા મિલનભાઈ સોઢીયાએ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને બોલેરો પિકઅપ નંબર જીજે ૧૩ ડબલ્યુ ૨૫૮૪ ના ચાલકની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાના દોઢ વર્ષના દીકરા વિહામણને પોતાના બાઈક નંબર એમપી ૧૧ એનઇ ૭૧૯૪ ઉપર લઈને ગામમાં ચક્કર મારવા માટે થઈને નીકળ્તો હતો ત્યારે રાત્રિના ૯:૦૦ વાગ્યાના અરસામાં વાવડી ગામે ભૂમિ ટાવર સામે મિલનભાઈના બાઇકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે બાઈક ઉપર બેઠેલ મિલનભાઈને બંને પગમાં ગંભીર ઇજા થયેલ હતી અને તેના દોઢ વર્ષના દીકરા વિહામણને રસ્તા ઉપર નીચે પડી જવાથી વાસા, પેટ તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યારબાદ રાજકોટની સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવેલ હતો ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે દોઢ વર્ષના બાળકનું મોત નીપજયું હતું અને અકસ્માત કરીને બોલેરોનો ચાલક તેનું વાહન છોડીને નાસી ગયો હતો જેથી હાલમાં મૃતક બાળકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઇક ચોરી

વાંકાનેરના જીનપરા હાઇવે રોડ ઉપર ગોલ્ડન પોઇન્ટની બાજુમાં રહેતા કલ્પેશભાઈ ભગવાનજીભાઈ કાપડિયા જાતે પ્રજાપતિ (૩૮) નામના યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક નંબર જીજે ૩ ડીએ ૧૦૬૩ પાર્ક કરીને મૂક્યું હતું જે ૧૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
Latest News