વાંકાનેરમાં આવેલ સ્વામી નારાયણ મંદિર ખાતે ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા આધેડનું મોત મોરબીમાં ટોક ઓફ ટાઉન બનેલા ખુન કેશમાં આરોપીનો ડિસ્ટ્રીકટ કોર્ટમાંથી છુટકારો ટંકારાના કાગદળી ગામે લુંટના ગુન્હામાં ૨૧ વર્ષે પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી પત્રકારે જન્મદિવસ ઉજવ્યો મોરબીના ઘંટિયાપા વિસ્તારના લોકોએ મકાન વેચાણની શંકાસ્પદ ગતિવિધિ મુદે આવેદન પાઠવ્યું હળવદ ખાતે વિવિધ પ્રકારના કેન્સરનાં નિદાન અંગે સ્ક્રીનીંગ કેમ્પ યોજાયો મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગ દિવસે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે માળિયા નજીક મચ્છુ નદીમાં ડૂબતા વ્યક્તિને લગતી મોકડ્રિલ યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે રસ્તાના વિવાદમાં પાડોશીઓ વચ્ચે બોલાચાલી-ધમકી: સામસામી ફરિયાદ


SHARE

ટંકારાના હરબટીયાળી ગામે રસ્તાના વિવાદમાં પાડોશીઓ વચ્ચે બોલાચાલી-ધમકી: સામસામી ફરિયાદ

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે ઝાંપા પાસે રહેતા પાડોશીઓ વચ્ચે છેલ્લા ઘણા વર્ષોથી રસ્તા બાબતે વિવાદ ચાલી રહ્યો છે અને રેવન્યુ વાળા રસ્તો માપવા માટે આવ્યા હતા ત્યારે બંને પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે સામસામે એકબીજાને ધમકીઓ દેવામાં આવી હતી જેથી કરીને બંને પક્ષેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ફરિયાદ નોંધાતા પોલીસે જુદા જુદા બે ગુના નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા અને હાલમાં અમદાવાદમાં આવેલ એપ્પલ વુડ ટાઉનશીપની પી ૩/૭૪ ખાતે રહેતા હરજીવનભાઈ પોપટભાઈ સંઘાણી જાતે પટેલ (૬૫)એ હાલમાં પોપટભાઈ ગોકળભાઈ ઢેઢી રહે. હરબટીયાળી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, આરોપી તેઓના ઘરની બાજુમાં રહે છે અને આરોપી સાથે રસ્તા બાબતે જૂનો વિવાદ ચાલી રહ્યો છે જેથી કરીને ગઈકાલે રેવન્યુ વિભાગ વાળા માપણી કરવા માટે થઈને આવ્યા હતા તે આરોપીને ન ગમતા તેણે ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી અને ગામ મૂકીને જતા રહેવાનું કહી જાનથી મારી રાખવાની ધમકી આપી હતી તો સામાપક્ષેથી પોપટભાઈ ગોકળભાઈ ઢેઢી જાતે પટેલ (૪૮)એ હરજીભાઈ પોપટભાઈ સંઘાણી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપી તેના ઘરની બાજુમાં રહે છે અને રસ્તાનો વિવાદ ચાલે છે અને પાંચેક વર્ષ પહેલા ફરિયાદીનું મકાન ચણી દેવા માટે તેની દીવાલ તોડવા આપેલ હતી જે દીવાલ આજ દિવસ સુધી ચણી આપેલ ન હતી જે બાબતે કહેતા આરોપીએ ફરિયાદી સાથે બોલાચાલી કરી દિવાલ ક્યારેય ચણી નહીં દઉ તેમ કહી તારાથી થાય તે કરી લેજે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી છે અને બંને પક્ષેથી ફરિયાદ નોંધાવવામાં આવેલ છે
Latest News