મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના લોકસાહિત્યકાર રાજુ આહિરનું રા'ના રખોપા દેવાયતની ડેલીએ ગીત રિલીઝ


SHARE









મોરબીના લોકસાહિત્યકાર રાજુ આહિરનું રા'ના રખોપા દેવાયતની ડેલીએ ગીત રિલીઝ

ટંકારા તાલુકાના ગજડી ગામના લોકસાહિત્યકાર રાજુભાઈ આહિરનું રા'ના રખોપા દેવાયતની ડેલીએ ગીત Rajubhai Ahir Official યુટ્યુબ ચેનલ પર રિલીઝ થયું છે. અને રિલીઝ થતાની સાથે જ ઘણા લોકોએ ગીતને નીહાળ્યું હતું. આ ગીતની રચના રાજુભાઈ આહિરના પિતા સ્વ. દેવાયતભાઈ આહિર દ્વારા કરવામાં આવી હતી. અને સ્વ. દેવાયતભાઈ આહિરએ તેમની હયાતિમાં લખેલ "અમર છે એક નામ" પુસ્તકનું પણ ટુંક સમયમાં વિમોચન કરવામાં આવશે તેમા પણ ગુજરાતભરના સાધુ-સંતો અને કલાકારોની ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, લોકસાહિત્યકાર રાજુભાઈ આહિરે સૌરાષ્ટ્રભરમાં લોકડાયરાના કાર્યક્રમો કરેલ છે. તેમજ પોતાની યૂટ્યૂબ ચેનલમાં પણ "પાળિયાની વ્યથા, મેવાડનો મોભી, આહિરતાની સત્ય ઘટના, આહિરની ઉદારતા અનૈ દાતારી, માં ની મમતા, જોગીદાસ ખુમાણના જીવનની વાત, બાપ અને દિકરાની વાત સહિતની અનેક ઇતિહાસની વાતો અપલોડ કરેલ છે અને તે હાલમાં લોક સાહિત્યકારની સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં ઓબીસી ડિપાર્ટમેન્ટ પ્રમુખ છે.




Latest News