હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં યુવાનનું મોત મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને આઠ લાખ ખર્ચ સહીત ચૂકવવા હુકમ મોરબીમાં આજ રાતના સતવારા સમાજ સંગઠન દ્રારા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર, રવિવારે રાતના ભારતીય વિચાર મંચ દ્વારા યુવા મંચ કાર્યક્રમનું આયોજન મોરબીમાં ભારતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સ્મશાનની પવિત્ર ભૂમિ ઉપર તિરંગો લહેરાવીને સલામી અપાઈ મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો
Breaking news
Morbi Today

વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી ઉઘરાણી માટે વેપારીનું અપહરણ કરનાર ત્રણ આરોપીની ધરપરડ


SHARE







વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી ઉઘરાણી માટે વેપારીનું અપહરણ કરનાર ત્રણ આરોપીની ધરપરડ

મોરબી: વાંકાનેરની ઢુવા ચોકડી નજીકથી પૈસાની ઉધરાણી બાબતે વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

વાંકાનેરની ઢુવા ચોકડી નજીકથી પૈસાની ઉધરાણી બાબતે ઓર્બીના વેપારીને લાકડી વડે માર માર્રી જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી લઇ ગયા હિઓવાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયા બાદ વાંકાનેર તાલુકા પોલીસ અને એલસીબી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.ગત તા. ૨૩ ના રોજ મોરબીના મકનસર ગામે રહેતા ગીરીશભાઈ મહેશભાઈ મોહેનાની એ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી કે તે સાંજના સુમરાએ ઢુવા ચોકડી પાસે હોય દરમિયાન આરોપી રણજીતભાઈ સોમાભાઈ દુમાડીયા પાસેથી અગાઉ હાથ ઉછીના રૂપિયા રૂ.૫૩૦૦૦ લીધેલ હોય જેમાંથી રૂપિયા ૮૦૦૦ આપી દીધેલ અને બાકીના રૂપિયા પરત નહિ આપતા આરોપી રણજીતભાઈ સોમાભાઈ, નીલેશભાઈ સોમાભાઈ અને જયસુખભાઈ મનસુખભાઈ એ એકસંપ કરીને ગીરીશભાઈનું અપાહન કરી કાળા કલરની ફોર વ્હીલ કારમાં લઇ જઈને લાકડીથી માર મારી તથા ટાટીયા ભાંગી નાખાવનો ભય બતાવી ગીરીશભાઈ પાસેથી રૂપિયા ૧૫૦૦ બળજબરીથી કાઢવી લઇ બાકી નીકળતા રૂપિયા આપી દેવા અથવા કોઈ પાસેથી મંગાવી લેવા દબાણ કરી ઢીકા પાટુંનો માર મારી ઈજા પહોચાડી રૂપિયા નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી.જે બાદ વાંકાનેર તાલુકા પોલીસ અને એલસીબી ટીમે તપાસ હાથ ધરી ગીરીશભાઈને છોડાવીને આરોપીઓને આરોપી રણજીતભાઈ સોમાભાઈ દુમાદીયા, નીલેશભાઈ સોમાભાઈ દુમાંદીયા અને જયસુખભાઈ ઉર્ફે જયુ મનસુખભાઈ લીંબાડીયાને ઝડપી પાડી તેની પાસેથી કાળા કલરની સ્વીફ્ટ કાર, રોકડ રકમ રૂ. ૧૫૦૦ અને વાસની લાકડી કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News