મોરબીના બગથળા ગામે યુવાનના જન્મ દિવસ નિમિતે યોજાયેલ વ્યસન મુક્તિના કાર્યક્રમમાં 35 લોકોએ વ્યસન મુક્તિનો કર્યો સંકલ્પ મોરબીના લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા યોજાયેલ વકતૃત્વ સ્પર્ધામાં વિદ્યર્થિનીઓનો દબદબો મોરબી જલારામ મંદિરે યોજાયેલ  નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૭૫ દર્દીઓએ લાભ લીધો મોરબીથી અંબાજીની પદયાત્રાનો આજથી પ્રારંભ મોરબીમાં આવેલ ગોકુલધામ એપાર્ટમેન્ટમાં ચોરીના આંટાફેરા ટંકારાના વાછકપર બેડી ગામે રહેતી મહિલાનું હાર્ટ એટેકથી મોત: ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબીના આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જીલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઈ.ટી. ક્વિઝ યોજાઇ મોરબીનાં એસપી રોડના પડતર પ્રશ્નો ઉકેલવાની ધારાસભ્યની ખાતરી
Breaking news
Morbi Today

મોરબીમાં પાલિકાના કર્મચારીનું હાજરી કાર્ડ બળજબરીથી લઇ જનાર સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં પાલિકાના કર્મચારીનું હાજરી કાર્ડ બળજબરીથી લઇ જનાર સામે ગુનો નોંધાયો

મોરબીની નાની બજારમાં નગરપાલિકાની ઓફિસે ફરજ પર હાજર રહેલા કર્મચારી પાસેથી સફાઈ કામદાર નું હાજરી કાર્ડ બળજબરીપૂર્વક લઈ લેવામાં આવ્યું હતું અને આરોપીએ ખોટા આક્ષેપો કરીને તેના રહેણાંક મકાન પાસે અને જાહેર સ્થળ ઉપર જેમ ફાવે તેમ શબ્દો બોલીને ફરજમાં રુકાવટ કરી હતી જેથી કરીને પાલિકાના કર્મચારી દ્વારા હાલમાં મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.

બનાવવાની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી ગૌશાળા પાસે રહેતા પાલિકાના કર્મચારી અશોકભાઈ જયંતીભાઈ ઉઘરેજા જાતે કોળી (૫૬) એ હાલમાં મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે વિશાલ પ્રદીપભાઈ સેજપાલ રહે ચીંચા કંદોઈ વાળી શેરી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે મોરબીની નાની બજારમાં પાલિકાની ઓફિસમાં તે પોતાની ફરજ ઉપર હાજર હતા ત્યારે આરોપીએ ત્યાં ઓફિસમાં જઈને ખોટા આક્ષેપો કરીને સફાઈ કર્મચારીનું હાજરી કાર્ડ પોતાની સાથે બળજબરીપૂર્વક લઈ જઈ ફરિયાદીને આરોપીએ તેના રહેણાંક મકાન પાસે જાહેર સ્થળ ઉપર જેમ ફાવે તેમ શબ્દો બોલીને ફરજ માં રૂકાવટ કરી હતી જેથી કરીને પાલિકાના કર્મચારીએ મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News